ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Video: કોહલીએ એવો શું ઈશારો કર્યો કે ઑસ્ટ્રેલિયાના ફેંસ ચૂપ થઈ ગયા?

સિડની, તા.5 જાન્યુઆરી, 2025: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ સિડનીમાં રમાઈ હતી. મેચમાં ભારતનો 6 વિકેટથી પરાજય થયો હતો. ઑસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 3-1થી જીતી હતી. ભારતે ટેસ્ટ મેચ જીતવા આપેલા 162 રનના લક્ષ્યાંકને 4 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 તથા મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી. જીત સાથે જ ઑસ્ટ્રેલિયાએ સીરિઝ પર 3-1થી કબજો કર્યો હતો. ભારત સામે ઑસ્ટ્રેલિયાએ 9 વર્ષ બાદ ટેસ્ટ સીરિઝમાં જીત હાંસલ કરી હતી.

સ્ટીવ સ્મિથ આઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ પ્રેમીઓએ વિરાટ કોહલીનું હૂટિંગ કર્યું હતું. કોહલીએ વળતો જવાબ આપ્યો હતો. તેણે ઑસ્ટ્રેલિયાના ચાહકોને તેના ટ્રાઉઝરના બંને ખાલી ખિસ્સા બતાવ્યા. તેણે ઑસ્ટ્રેલિયાના ફેંસને તેનું ખિસ્સું ખાલી છે અને તેમાં કોઈ સેન્ડ પેપર નથી તેમ બતાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

2018માં દક્ષિણ આફ્રિકા સામે એક મેચમાં સેન્ડ પેપરને લઈ સ્મિથ-વોર્નર અને બેનક્રોફ્ટ ફસાયા હતા. જેના કારણે વિશ્વ ક્રિકેટમાં ઘણી શરમિંદગી સર્જાઈ હતી. દક્ષિણ આફ્રિકા સામેની ન્યૂલેન્ડ્સ ટેસ્ટ દરમિયાન કેમરૂન બેનક્રોફ્ટે બોલ પર સેન્ડપેપરનો ઉપયોગ કર્યો હતો. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને આઇસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બેનક્રોફ્ટ પર નવ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિરાટે ઓસ્ટ્રેલિયાના ચાહકોને ખાલી ખિસ્સા બતાવીને સેન્ડપેપર ગેટની યાદ અપાવી હતી.

ઑસ્ટ્રેલિયા WTCની ફાઇનલમાં

ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. WTC ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. 11-15 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લોર્ડ્સમાં રમાશે. ભારતીય ટીમ સતત બે વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પહેલા ન્યૂઝીલેન્ડ અને બીજી વખત ઑસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. ત્રીજી વખત ભારતીય ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું.

આ પણ વાંચોઃ સિડની ટેસ્ટમાં ભારતની 6 વિકેટથી હાર, ઑસ્ટ્રેલિયાએ 3-1થી સીરિઝ જીતી

Back to top button