ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

એર ઈન્ડિયાના વિમાને ટેક્નિકલ ખામીને કારણે ત્રિચીમાં કરેલા ઈમરજન્સી લેન્ડિંગનો જૂઓ વીડિયો

  • લગભગ અઢી કલાક સુધી પ્લેનમાં બેઠેલા 140 મુસાફરોના શ્વાસ તાળવે ચોંટી ગયા

તિરુચિરાપલ્લી, 12 ઓકટોબર: તિરુચિરાપલ્લી-શારજાહ એર ઈન્ડિયાની ફ્લાઈટ શુક્રવારે મોટા અકસ્માતનો ભોગ બનતા બચી ગઈ હતી. આ દરમિયાન લગભગ અઢી કલાક સુધી પ્લેનમાં બેઠેલા 140 મુસાફરોના શ્વાસ અટવાયા હતા, પરંતુ પાયલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. હવે આ ઘટનામાં જે રીતે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તેનો વીડિયો બહાર આવ્યો છે.

જૂઓ લેન્ડિંગ સમયનો વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કેવી રીતે મોટી દુર્ઘટના ટળી?

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ AXB 613એ શુક્રવારે સાંજે 5.40 કલાકે તિરુચિરાપલ્લી એરપોર્ટથી શારજાહ માટે ઉડાન ભરી હતી. અહેવાલ અનુસાર, એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે એર ઈન્ડિયાના બોઈંગ 737-800 વિમાને ઉડાન ભરી ત્યારે તેનું લેન્ડિંગ ગિયર અથવા અંડરકેરેજ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું અને વિમાનના પૈડા સફળતાપૂર્વક સેટલ થઈ ગયા, ત્યારે પાયલટે કોકપિટ માસ્ટર પર જોયું, વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી હોવાના કેટલાક સંકેતો મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાઈડ્રોલિક સિસ્ટમમાં વિમાનના પૈડા અને તેની સંપૂર્ણ મિકેનિઝમ સામેલ છે. હાઇડ્રોલિક સિસ્ટમ રનવે પર એરક્રાફ્ટને ચલાવવા અને ઉતરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્લેનના સેન્સર્સે હાઇડ્રોલિક સિસ્ટમમાં ઇંધણ ઓવરફ્લો શોધી કાઢ્યું હતું. હવે પાયલટને આશંકા હતી કે,આ ટેકનિકલ ખામીને કારણે જો લેન્ડિંગ સમયે હાઈડ્રોલિક સિસ્ટમ યોગ્ય રીતે કામ નહીં કરે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.

બોઇંગના 737-800 વિમાનમાં આવી ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવાની સુવિધાઓ હોવા છતાં પાયલટે જોખમ ઉઠાવવાનું યોગ્ય ન માન્યું અને પ્લેનને તિરુચિરાપલ્લી એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કર્યું. વિમાનને તરત જ લેન્ડ કરવાને બદલે, પાયલટે સમજદારીથી કામ કર્યું અને લગભગ અઢી કલાક સુધી વિમાનને તિરુચિરાપલ્લી શહેરની ઉપર હવામાં ફેરવ્યું. જેનાથી એરક્રાફ્ટનું ઇંધણ ઓછું થયું અને તેના ઓવરફ્લો થવાની શક્યતા ઘટી ગઈ. જો કે, ઇમરજન્સીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, રનવે પર મેન્યુઅલ અંડરકેરેજ તૈનાત કરવામાં આવી હતી જેથી જો હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાય અને એરક્રાફ્ટના વ્હીલ્સ ખુલવામાં નિષ્ફળ જાય, તો રનવે પર હાજર અંડરકેરેજનો ઉપયોગ કરીને એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય.

પાયલટે એરપોર્ટ ઓથોરિટીને પરિસ્થિતિ વિશે જાણ કરી હતી, ત્યારબાદ એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે રનવે પર અનેક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. 8.15 વાગ્યે વિમાન તિરુચિરાપલ્લી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરતાની સાથે જ વિમાનમાં સવાર 140 મુસાફરો તેમજ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ જૂઓ: ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! દુનિયાભરમાં ફફડાટ 

Back to top button