ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

Video: શમીએ રોઝા ન રાખતાં મૌલવી થયો લાલઘૂમ, કહી આ વાત

Text To Speech

નવી દિલ્હી, તા. 6 માર્ય, 2025: ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તે એનર્જી ડ્રિંક પીતો નજરે પડી રહ્યો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. કારણ કે હાલમાં મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે. આ મહિનામાં મુસ્લિમો રોઝા રાખતા હોય છે. શમીએ રોઝા ન રાખતાં અનેક મૌલાના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શમીની આ તસવીરને લઈ રાજકારણ પણ ગરમાયું છે. ભાજપ આ મામલે શમીના બચાવમાં ઉતર્યું છે.

શમી શરીયતની નજરમાં ગુનેગારઃ મૌલાના

શમીની એનર્જી ડ્રિંક પીતી તસવીર પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રાજવીએ નિવેદન બહાર પાડીને કહ્યું, ઈસ્લામમાં રોઝાને એક ફરજ ગણાવવામાં આવી છે. જો કોઈ જાણી જોઈને ન રાખે તો તે ગુનેગાર છે. શમીએ રોઝા નથી રાખ્યા, જ્યારે રોઝા રાખવા તેની નૈતિક ફરજ છે. આમ ન કરવાથી તેણે મોટો ગુનો કર્યો છે. શરીયતની નજરમાં તે ગુનેગાર છે.

મોહમ્મદ શમીની આ તસવીરને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ છે. કેટલાક યુઝર્સ શમીનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક રોઝા રાખવાની વાત કરતી વખતે પહેલા ધર્મને માનવાની સલાહ આપી રહ્યા છે. શમીના ફેંસનું કહેવું છે કે દેશ માટે રમવું સૌથી મોટી વાત છે. કોઈ ખેલાડીએ મેચ દરમિયાન તેમને કેવી રીતે ફિટ અને ફ્રેશ રાખવા તેમનો નિર્ણય છે. આને લઈ કોઈ વિવાદ ન થવો જોઈએ.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમીનું પ્રદર્શન

ઈજામાંથી મુક્ત થઈને પરત ફર્યા બાદ શમી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ટીમની ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા સાથે નવા બોલથી બોલિંગ કરી છે. રાણા નવોદિત છે અને પંડ્યા ઓલરાઉન્ડર છે, જે વન ડે મેચમાં સામાન્ય રીતે 10 ઓવરનો સ્પેલ પૂરો કરતો નથી. શમીએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં આઠ વિકેટ ઝડપી છે.

આ પણ વાંચોઃ અમે તો ભારતને કારણે સેમીફાઈનલ હાર્યા! સાઉથ આફ્રિકાના મિલરનું વિચિત્ર નિવેદનઃ જાણો શું કહ્યું?

Back to top button