જૂઓ વીડિયોઃ મહાકાલ નગરીએ રચ્યો ઈતિહાસ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રાપ્ત કર્યું સ્થાન
HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓગસ્ટ, શ્રાવણના સોમવારે બાબા મહાકાલની પ્રખ્યાત નગરી ઉજ્જૈનમાં એક નવો ઈતિહાસ સર્જાયો છે. અવંતિકા નગરી ભગવાન ભોલેનાથના પ્રિય સંગીતના વાદ્ય ડમરુના નાદથી ગુંજી ઉઠી હતી. ઉજ્જૈનમાં, 1500 વાદકોએ ડમરુ વગાડ્યું અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન ન્યૂયોર્કના 488 ડમરુ વાદનનો રેકોર્ડ તોડ્યો. અત્યારે, વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની નગરીમાં શ્રાવણ મહિનાનો માહોલ જામ્યો છે કારણ કે આ સમયે ભગવાન મહાકાલ તેમના ભક્તોની સ્થિતિ જાણવા માટે મંદિર પરિસરમાંથી બહાર આવે છે. આજે મહાકાલની ત્રીજી સવારી પહેલા અહીં વિશ્વ રેકોર્ડ નોંધાયો છે.
સોમવારે અવંતિકા નગરી ભગવાન ભોલેનાથના પ્રિય સંગીત વાદ્ય ડમરુના નાદથી ગુંજી ઉઠી હતી. ઉજ્જૈનમાં, 1500 ખેલાડીઓએ ડમરુ વગાડ્યું અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન ન્યૂયોર્ક દ્વારા રમવામાં આવેલ 488 ડમરુનો રેકોર્ડ તોડ્યો. 25 દળના 1500 ડમરુ વાદકોએ ભસ્મ આરતીના ધૂન સાથે ડમરુ વગાડીને ભગવાન મહાકાલની સ્તુતિ કરી હતી. 1500 વાદકોએ એક સાથે મળીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઉજ્જૈન શહેર ડમરુના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ભગવાન શિવના પ્રિય ડમરુ અને મંજીરાનો સુરીલો અવાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો.
Madhya Pradesh: Ujjain sets a world record with 1,500 Damru players performing at Shri Mahakaleshwar Temple, surpassing the previous record of 488 players. The event was initiated by Chief Minister Mohan Yadav, was marked by a captivating display and received a Guinness World… pic.twitter.com/n6P1gkHgxS
— IANS (@ians_india) August 5, 2024
મહાકાલ મહાલોકની સામે શક્તિપથ પર એક અદ્ભુત અને અનોખા કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં ડમરુ વાદકોની મનમોહક રજૂઆતથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને મહાકાલ પ્રબંધ સમિતિના પ્રયાસોથી ડમરૂ વાદનનો સફળ કાર્યક્રમ યોજાયો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એડિટર શ્રીઋષિનાથને વાદકોને વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફિકેટ સુપ્રત કર્યું. ઉજ્જૈનમાં 1500 વાદકોએ ડમરુ વગાડ્યું અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન ન્યૂયોર્કનો રેકોર્ડ તોડ્યો.
આ પણ વાંચો..શું કર્ણાટકમાં રાજકીય કટોકટી સર્જાશે? રાજ્યપાલ લઈ શકે છે મોટો નિર્ણય