Video: ચેન્નઈમાં કારને વરસાદી પાણીથી બચાવવા લોકોએ પુલ પર કરી પાર્ક
ચેન્નઈ, તા.30 નવેમ્બર, 2024: ચક્રવાત ‘ફેંગલ’ શનિવારે રાત્રે તમિલનાડુના દરિયાકાંઠે ટકરાશે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી ચેન્નઈ અને પડોશી જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે.
ચેન્નઈના એગ્મોર વિસ્તાર નજીક ચેન્નઈ પૂનામલ્લી હાઇ રોડ પર ચક્રવાત ફેંગલની અસરના કારણે ભારે વરસાદ પડતાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. લોકોએ તેમના વાહનોને પૂરના પાણીમાં ડૂબતા બચાવવા માટે પુલ પર પાર્ક કર્યા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનએ પણ રાજ્યમાં ચક્રવાત ફેંગલના ત્રાટકવાથી અસરગ્રસ્ત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
VIDEO | Roads are flooded amid heavy rainfall in several parts of Chennai ahead of Cyclone Fengal’s landfall. Visuals show cars parked on the GN Chetty Flyover.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Xp8Bp23kc7
— Press Trust of India (@PTI_News) November 30, 2024
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ શનિવારે દક્ષિણ દરિયાકાંઠાના અને રાયલસીમા વિસ્તારોમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આંધ્રપ્રદેશના એસપીએસઆર-નેલ્લોર, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ અજમેરમાં શિવ મંદિરનો દાવો કરનાર અરજદાર વિષ્ણુ ગુપ્તાને ‘સર કલમ’ની ધમકી મળી
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S