‘તું આવે તો દીકરી બનીને આવજે’ જૂઓ આનંદ મહિન્દ્રાએ શેર કરેલો આ હૃદયસ્પર્શી વીડિયો


- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એડ ફિલ્મના મેકર્સની ટીમને અભિનંદન પાઠવ્યા
HD ન્યૂઝ ડેસ્ક, 18 સપ્ટેમ્બર: સરકાર અને સામાજિક સંસ્થાઓ જાતિય અસમાનતાને દૂર કરવા માટે સતત જાગૃતિ અભિયાન ચલાવે છે, પરંતુ કડવું સત્ય એ છે કે આજે પણ તે સમાજમાં પ્રચલિત છે અને તેના મૂળ ખૂબ ઊંડા છે. પુત્રની લાલસામાં સ્ત્રી ભ્રૂણહત્યા જેવા સઅહેવાલો સામે આવતા રહે છે. આ દરમિયાન ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર એક સુંદર એડ ફિલ્મનો વીડિયો શેર કર્યો છે જેમાં દીકરીઓ વિશે ખૂબ જ હૃદયસ્પર્શી મેસેજ આપવામાં આવ્યો છે. વીડિયોમાં ખૂબ જ અસરકારક રીતે સ્ત્રી ભ્રૂણહત્યાના ઊંડાણને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે દરેકને વિચારવા માટે મજબૂર કરે છે. જે પણ તેને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે તે તેના વખાણ કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં, ભ્રૂણહત્યા સામે મજબૂત અને ભાવનાત્મક મેસેજ આપવા માટે, પ્રખ્યાત એડ પ્રોફેશનલ પીયૂષ પાંડે અને તેમની ટીમે એક ખાસ જાહેરાત બનાવી છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
જૂઓ આ વીડિયો
और भगवान ने हमें दो बेटियाँ दीं जिन्होंने हमारी दुनिया को रोशन कर दिया
(पीयूष पांडे और उनकी टीम को उनके शानदार और दिल को छू लेने वाले काम के लिए बधाई) pic.twitter.com/iqlLeCvU2f
— anand mahindra (@anandmahindra) September 18, 2024
એડ ફિલ્મ સમાજના હિતમાં આપી રહી છે મેસેજ
એડ ફિલ્મનો વીડિયો શેર કરતાં આનંદ મહિન્દ્રાએ તેમના ઑફિશિયલ એક્સ હેન્ડલ પર લખ્યું કે, “અને ભગવાને અમને બે દીકરીઓ આપી જેમણે અમારી દુનિયાને રોશન કરી. પિયુષ પાંડે અને તેમની ટીમને તેમના અદ્ભુત અને હૃદયસ્પર્શી કાર્ય બદલ અભિનંદન.“
સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ એડ ફિલ્મ જોયા બાદ ઈમોશનલ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની દીકરીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. લગભગ ત્રણ મિનિટની આ એડ ફિલ્મમાં એક ઈમોશનલ ગીત દ્વારા દીકરીઓનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના લિરિક્સ છે- ‘તુમ આના તો દીકરી બનકર આના’. ફિલ્મમાં એક માતા ગર્ભમાં રહેલી બાળકીનો જન્મ કેવી રીતે સમાજના હિતમાં છે તેનો મેસેજ આપી રહી છે.
આ પણ જૂઓ: અરિજિતના કોન્સર્ટ દરમિયાન ભાવુક થઈ યુવતી, સિંગરે શું કર્યું, જૂઓ વીડિયો