ટ્રેન્ડિંગનેશનલ

100 વર્ષના રિટાયર્ડ મેજરનો આનંદ મહિન્દ્રાએ શેર કરેલો વીડિયો જુઓ; ઉદ્યોગપતિએ કહ્યું- મારા માટે આ વીડિયો પ્રેરણારૂપ

Text To Speech

મુંબઈઃ દેશના જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ટ્વીટર પર કાયમ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર કંઈક એવું ટ્વીટ કરે છે, જેની ચારેકોર ચર્ચા થાય છે. લોકો તેમની પોસ્ટને અનેક વખત શેર પણ કરે છે. આનંદ કાયમ કંઈક અલગ અને પ્રેરિત કરે તેવા પોસ્ટ અને વીડિયો શેર કરે છે. ઘણાં લોકો આનંદ મહિન્દ્રાને પોતાના રોલ મૉડલ માને છે. એવામાં આનંદ મહિન્દ્રાએ એકવખત ફરીથી શેર કરેલી પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. આ વીડિયો નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર મેજર સ્વામીનો છે.

આ વીડિયો મારા માટે પ્રેરણસ્ત્રોતઃ આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાએ શેર કરેલા આ વીડિયોમાં NDAના પૂર્વ ડ્રિલ ઈન્સ્ટ્રક્ટર મેજર સ્વામી છે, જેમને તેમના 100માં જન્મદિન પર સમ્માનિત કરવામાં આવ્યા છે. મહિન્દ્રાએ આ વીડિયોને પોતાના માટે પ્રેરણસ્ત્રોત ગણાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને સેંકડો લોકો જોઈ ચૂક્યાં છે.

મહિન્દ્રાએ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે કે, આ મેજરે 7 ભારતીય સેનાના જનરલોને તાલીમ આપી હતી. આ વીડિયો દર્શાવે છે કે, કેવી રીતે આપણી ભારતીય પરંપરા આપણી સેનામાં પણ જોઈ શકાય છે. જ્યાં વડીલોનો આદર કરવામાં આવે છે. મેજર કેવી રીતે 100 હોવા છતાં વ્હીલચેર પરથી ઉઠીને જોશથી સેલ્યૂટ કરે છે. આ જોઈને મારા રુંવાડા ઉભા થઈ ગયા.

30 હજારથી વધુ લાઈક્સ મળી
વીડિયોમાં જેવા મેજર સ્વામી પોતાની કારમાંથી ઉતરે છે, તેમને કેટલાક જવાનો સંભાળી લે છે. વૃદ્ધ મેજરને ચાલવામાં તકલીફ પડી રહી હોવાથી તેમને વ્હીલચેરમાં બેસાડવા તમામ જવાનો જે ભૂમિકા ભજવે છે, તે જોવા જેવું છે. તે સમયે ત્યાં ઉપસ્થિત જવાન મેજરને પોતાના ઘરના વડીલની જેમ સમ્માન આપીને વ્હીલચેર પર બેસાડે છે.

Back to top button