ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

જૂઓ વીડિયો…રાહુલ ગાંધીનો પક્ષ લેનાર અખિલેશે પોતે જ્યારે પત્રકારોની જાતિના આધારે મજાક ઉડાવી હતી

મંગળવારે લોકસભામાં ચર્ચા દરમિયાન જાતિના મુદ્દે ત્રણ નેતાઓ વચ્ચે થઈ હતી તનાતની

નવી દિલ્હી, 31 જુલાઈ, 2024: દેશને ગૃહયુદ્ધ તરફ દોરી જઈ શકે એવી માનસિકતા સાથે કેટલાક રાજકારણીઓ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની જે જીદ થઈ રહી છે એ મુદ્દે મંગળવારે 30 જુલાઈએ લોકસભામાં પણ ભારે ગરમાગરમી થઈ હતી.

લોકસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. તેના જવાબમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અત્યંત આક્રમક રીતે આ ભાગલાવાદી વિચારધારાનો વિરોધ કરતાં કહ્યું હતું કે, જેમની પોતાની જાતિ વિશે કોઈ જાણકારી નથી એ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાતો કરે છે. અનુરાગ ઠાકુરે આમ તો કોઈનું નામ લીધું નહોતું પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ કૂદી પડ્યા હતા અને ખૂબ ગુસ્સે થઈને અનુરાગ ઠાકુરને પ્રશ્ન કર્યો હતો કે તમે કેવી રીતે કોઈની જાતિ પૂછી શકો?

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે પણ અખિલેશની આ આક્રમકતાનો જવાબ આપવામાં વિલંબ ન કર્યો. ઠાકુરે આજે બુધવારે સોશિયલ મીડિયા X ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં અખિલેશના “દિખાવા” અને “સચ્ચાઈ” એમ બે સ્વરૂપ ઉઘાડા પાડી દેવામાં આવ્યા છે.

જૂઓ અહીં વીડિયોઃ

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સપા નેતા અખિલેશ તેમને અઘરો પ્રશ્ન કરનાર પત્રકારને તેમની જાતિ પૂછે છે અને પછી તેની મજાક ઉડાવે છે. આ જ વીડિયોમાં અખિલેશ અન્ય એક પત્રકારનું પણ આખું નામ પૂછે છે અને પછી કહે છે કે એ તો શુદ્ર નથી ને?

અનુરાગ ઠાકુરની આ પોસ્ટના જવાબમાં કેટલાક યુઝરે મીમ પણ બનાવ્યા હતા. જૂઓઃ

બીજી તરફ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યે પણ આ જ મુદ્દે અખિલેશને ટોણો માર્યો છે. કેશવપ્રસાદે X ઉપર લખ્યું કે, કોંગ્રેસના મોહરા સપા બહાદુર શ્રી અખિલેશ યાદવ જે રીતે શ્રી રાહુલ ગાંધીની જાતિ પૂછવાના મુદ્દે ગુસ્સે થઈ ગયા તેનાથી તેઓ નેતા ઓછા, પરંતુ ગાંધી પરિવારના દરબારી વધારે લાગે છે.

આ પણ વાંચોઃ નકલી આયુષ્માન કાર્ડ બનાવવાના કેસમાં હિમાચલમાં ED ના દરોડા

Back to top button