ટ્રેન્ડિંગફન કોર્નરવિશેષ

સ્પાઈડર મેનની જેમ એક સાધુ ચડી ગયા પહાડ, જુઓ અદભૂત વીડિયો

Text To Speech

સોશિયલ મીડિયામાં અવારનવાર અવનવા વીડિયો વાયરલ થયો છે. ત્યારે આજકાલ આવા જ એક સાધુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ એવું લાગી રહ્યું છે કે જાણે આ સાધુને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડતો નથી?

પહાડ પર ચડતો સાધુનો વીડિયો વાયરલ 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક સાધુ એક પહાડ ચડી રહ્યા છે. આ સાધુ સ્પીડમાં અને કોઈ પણ સપોર્ટ વિના પહાડ ચડી રહ્યા છે. આ વીડિયો જોઈ એવું લાગી રહ્યું છે કે સાધુને જાણે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડતો જ નથી. આ વીડિયો વિશેની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સાધુએ કોઈપણ પ્રકારની સલામતી સાધનો પહેર્યા નથી પરંતુ તેમ છતાં તે ઢાળવાળો પહાડ પર ચઢવાનું ચાલુ રાખે છે જાણે તેના માટે તે કોઈ મોટી વાત નથી! આ વીડિયો ટ્વીટર પર Tasun YEĞEN નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ 

આ સાધુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. લોકો કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ ખરેખર આશ્ચર્યજનક નજારો છે, કોઈ પણ આ રીતે સેફ્ટી વગર કેવી રીતે ચાલી શકે છે’. તે આટલી સરળતાથી ચઢી શકે છે.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બધુ યોગની અસર છે, ધ્યાન અને પ્રેક્ટિસની શક્તિ.’

સ્પાઈડર મેનની જેમ પહાડ પર ચડી ગયા સાધુ 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા દોરડાની મદદથી પહાડ પર ચડવાની કોશિશ કરે છે પરંતુ આ દરમિયાન એક સાધુ ત્યાં આવે છે અને કોઈની પણ મદદ વગર થોડી જ સેકન્ડોમાં સરળતાથી પહાડ ઉપર ચઢી જાય છે.

Back to top button