વર્લ્ડ

Video જોઈને ધબકારા વધી જશે, ફ્લાઈટના ભોજનમાંથી કપાયેલું સાપનું માથું નિકળ્યું અને પછી..

Text To Speech

તુર્કી-જર્મન એરલાઇન કંપની ‘સન એક્સપ્રેસ’ની ફ્લાઇટના ખોરાકમાં સાપનું માથું મળી આવવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ ચોંકાવનારી ઘટના તુર્કી અને જર્મની વચ્ચે સન એક્સ પ્રેસની ફ્લાઈટમાં સામે આવી છે. ખોરાકમાં સાપના માથાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફ્લાઈટના ક્રૂ મેમ્બર ફૂડ ખાઈ રહ્યા હતા. આ દરમિયાન બટાકાની ભાજીની વચ્ચેથી સાપનું માથું બહાર આવ્યું હતું.

ફ્લાઇટ કંપની સન એક્સપ્રેસે તુર્કીના મીડિયાને જણાવ્યું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી. જ્યારે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સંબંધિત ખાદ્ય સપ્લાયર સાથેનો કરાર અટકાવી દેવામાં આવ્યો છે.

તેના નિવેદનમાં, એરલાઇન કંપનીએ કહ્યું, ‘અમે તમને જણાવવા માંગીએ છીએ કે ફ્લાઇટમાં ફૂડ સર્વિસને લઈને મીડિયામાં લગાવવામાં આવેલા આરોપો બિલકુલ સ્વીકાર્ય નથી. આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર: અમરનાથ ગુફાની પાસે ફરી પૂર આવ્યું, 4000 શ્રદ્ઘાળુઓ..

બીજી તરફ ફૂડ પ્રોવાઈડર સેનકેક ઈન્ફ્લાઈટ સર્વિસે કહ્યું, ‘અમે રસોઈ દરમિયાન કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કર્યો નથી. જો કે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Back to top button