ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, બુમરાહ મેદાન છોડી પહોંચ્યો હૉસ્પિટલ, જૂઓ વીડિયો

Text To Speech

સિડની, તા. 4 જાન્યુઆરી, 2025: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન બુમરાહને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટના બીજા દિવસે પીડા અનુભવ્યા બાદ મેદાનની બહાર નીકળી ગયો હતો. વીડિયોમાં તે બે સહાયક સ્ટાફ સભ્યો સાથે સ્કેન માટે સ્ટેડિયમમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.

બીજા દિવસે બુમરાહે બનાવ્યો આ રેકોર્ડ

બુમરાહે બીજા દિવસે લાબુશેનને આઉટ કર્યો ત્યારે તે વિદેશી ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ સાથે બુમરાહે બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડ્યો હતો. બિશન સિંહ બેદીએ વિદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કુલ 31 વિકેટ ઝડપી હતી. બુમરાહે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં અત્યાર સુધીમાં કુલ 32 વિકેટ લીધી છે. બુમરાહ ઑસ્ટ્રેલિયામાં શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો. બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે 1977-78 માં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી શ્રેણી દરમિયાન કુલ 31 વિકેટ લીધી હતી. હવે 53 વર્ષ બાદ બુમરાહે દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે.

ઑસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ વિકેટ

32 – જસપ્રીત બુમરાહ (2024/25)
31-બિશન બેદી (1977/78)
28-બીએસ ચંદ્રશેખર (1977/78)
25-ઈએએસ પ્રસન્ના (1967/68)
25-કપિલ દેવ (1991/92)

આ પણ વાંચોઃ ભાઈ બુમરાહ, હવે તું જ તારણહારઃ સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત બાદ મીમ્સ વાયરલ

Back to top button