અમદાવાદ, 07 જુલાઈ 2024, આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. આખરે ભક્તો જે પળનો આતુરતાથી રાહ રાહ જોઇ રહ્યા હતા તે પળ આવી ગઇ છે. રથયાત્રાની શરુઆત થઇ ગઇ છે. રવિવાર હોવાથી સવારથી રસ્તા પર ભગવાનના દર્શન માટે ભક્તોનું કિડિયારૂ ઉભરાયું છે.
CM ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
ભગવાનને જ્યારે આંખો આવી હોય છે ત્યારે તેની આંખો સારી થઈ જાય એટલે કે સાજી થઈ જાય તે હેતુસર ખીચડાનો પ્રસાદ વર્ષોથી ધરાવવામાં આવે છે. હજારો કિલોવસ્તુઓનો ઉપયોગ કરીને ચોખા, ડ્રાયફ્રુટ, ગવારફળીનું શાક વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને ચોખ્ખા ઘીનો આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. 1 લાખથી વધારે ભક્તો માટે આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. સ્વયંસેવકમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
રથયાત્રામાં ટીમ ઇન્ડિયાના ટેબ્લોએ અનેરું આકર્ષણ જમાવ્યું
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા છે. તેમજ ટીમ ઇન્ડિયાના ટેબ્લોએ અનેરું આકર્ષણ જમાવ્યું છે.
આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી, ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ