કમાલપુરામાં પાણીની જૂની લાઈનમાં ગટરની લાઈનનું ગંદુ પાણી ભળ્યું, રોગચાળાની દહેશત પ્રસરી
- લીકેજથી કેટલાક વિસ્તારમાં પંદર દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે
પાલનપુર : પાલનપુર શહેરના કમાલપુરા વિસ્તારમાં ગટરની પાઇપલાઇન અહીંની પાણીની પાઇપલાઇન સાથે મિક્સ થઈ જતા કેટલાક પરિવારોને પાછલા પંદર દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે. આ વિસ્તારની ગૃહિણીએ જણાવ્યું કે, પંદર દિવસમાં ક્યારેક જ ચોખ્ખું પાણી આવ્યું હશે. એટલું ગંદુ પાણી આવે છે કે તેનો વાપરવામાં પણ ઉપયોગ કરી શકાય તેમ નથી. શરૂઆતનું પાણી જવા દઈએ છીએ, એમાંથી જે ચોખ્ખું આવે તેનો વાપરવામાં ઉપયોગ કરીએ છીએ. પીવા માટે મિનરલ કેરબા હાલમાં મંગાવી રહ્યા છીએ. નગરપાલિકામાં બે ત્રણ વખત કહ્યું છે પરંતુ ગંભીરતા લીધી નથી. જ્યારે શહેરના કોટવાળી વિસ્તારમાં રહેતા નયનભાઈ ચત્રારીયા એ જણાવ્યું કે ” કેટલાક મહિનાઓથી દૂષિત પાણી આવતા પાલીકા દ્વારા આખી લાઈન ખોદવામાં આવી હતી. રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ક્યારેક ક્યારેક ગંદકી આવી જાય છે આજે નળમાંથી કાનખજુરો નીકળ્યો હતો. આમ લોકો દૂષિત પાણી ને લઈને ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો : એક સાથે 4 ગાડીઓનો અકસ્માત : પોલીસ લખેલી 3 ગાડીઓ અકસ્માતનો ભોગ બની