દીપક ચાહરના સ્થાને વોશિંગ્ટન સુંદરનો વનડે ટીમમાં સમાવેશ, BCCI એ કરી જાહેરાત


દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીની બાકીની મેચો માટે દીપક ચહરના સ્થાને વોશિંગ્ટન સુંદરનું નામ લેવામાં આવ્યું છે. BCCIની અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શનિવારે ચાહરના સ્થાને સુંદરનો ટીમમાં સમાવેશ કરવાની જાહેરાત કરી હતી.ઈન્દોરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ T20I પછી ચહરની પીઠમાં દૂખાવો થવા લાગ્યો હતો જે બાદ દીપક ચાહરના સ્થાને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવાનો BCCIએ નિર્ણય લીધો છે. વોશિંગ્ટને આ વર્ષે ફેબ્રુઆરીમાં ODI ફોર્મેટમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. પાંચ વિકેટ લેવા ઉપરાંત તેણે અત્યાર સુધી ચાર વનડેમાં 57 રન પણ બનાવ્યા છે.
ચાહરનુ 9 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
30 વર્ષીય ખેલાડી ચાહર ફાસ્ટ બોલર છે જે હવે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પરત જશે. ત્યાં મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવશે. ચહરે 9 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ મેચોમાં, તેણે 3/27ના શ્રેષ્ઠ બોલિંગ આંકડા સાથે 15 વિકેટ લીધી છે. ઈન્જરીના કારણે બાકીની બે મેચ નહીં રમતા ખેલાડીને ટ્રીટમેન્ટ માટે પરત ઈન્ડિયા આવવુ પડશે. એક સક્ષમ નીચલા ક્રમના બેટર, તેણે છ ઇનિંગ્સમાં 60.00 ની સરેરાશથી 180 રન બનાવ્યા છે. તેણે 69* ના શ્રેષ્ઠ સ્કોર સાથે બે અડધી સદી ફટકારી છે.
???? NEWS ????: Washington Sundar replaces Deepak Chahar in ODI squad. #TeamIndia | #INDvSA
More Details ????https://t.co/uBidugMgK4
— BCCI (@BCCI) October 8, 2022
9 ઓક્ટોબરે બીજી ODI
ભારત 9 ઓક્ટોબર, 2022ના રોજ રાંચીમાં બીજી ODI રમશે અને 11 ઓક્ટોબર, 2022ના રોજ નવી દિલ્હીમાં શ્રેણીની અંતિમ ODI રમશે. ઉલ્લેખનીય છે કે, ભારત પ્રથમ ODI 49 રને હારી ગયું હતું. તેઓએ પ્રોટીઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટી20I શ્રેણી 2-1થી જીતી હતી.
આ મેચમાં ભારતની ODI ટીમઃ
શિખર ધવન (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટ-કીપર), સંજુ સેમસન (વિકેટ-કીપર), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ. સિરાજ, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનું મિશન T20 WC શરૂ : વર્લ્ડ કપ માટે WACA નાં મેદાન પર તૈયાર કરે છે પ્લાન