ભારત સામેની મેચમાં એવી હરકત કરી કે પૂર્વ ખેલાડીએ પાકિસ્તાન ટીમની તુલના વાંદરા સાથે કરી દીધી


દુબઈ, 25 ફેબ્રુઆરી 2025: પાકિસ્તાનની ટીમ પર નસ્લીય હુમલો થયો છે. આ હુમલો કોઈ અન્ય નહીં પણ પાકિસ્તાનના જ પૂર્વ કપ્તાન વસીમ અકરમે કર્યો છે. પૂર્વ પાક પેસરે એક શોમાં પાકિસ્તાનના ખેલાડીઓની તુલના વાંદરાઓ સાથે કરી છે. વસીમ અકરમ જેવા દિગ્ગજ ખેલાડીની જીભે ઓનએર બોલાયેલા આ પ્રકારના શબ્દો બતાવે છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની ટીમનું ખરાબ પરફોર્મેન્સે લઈને કેટલો ગુસ્સો ભરેલો છે. પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ચુકી છે. હા એ વાત છે કે તેને ગ્રુપ સ્ટેજમાં હજુ એક મેચ 27 ફેબ્રુઆરીના રોજ રમવાની છે, પણ તે ખાલી ઔપચારિકતા હશે. આ અગાઉ જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનું લગભગ ફિક્સ થઈ ચુક્યું છે.
આટલા કેળા તો વાંદરા પણ નથી ખાતા- વસીમ અકરમ
હવે સવાલ એ છે કે વસીમ અકરમે પાકિસ્તાની ખેલાડીઓ પર નસ્લીય ટિપ્પણી કરતા શું કહ્યું. તેમણે ભારત-પાકિસ્તાનની મેચ દરમ્યાન થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના ખેલાડીઓની તુલના વાંદરાઓ સાથે કરી. વસીમ અકરમે જણાવ્યું કે, પહેલો કે બીજો ડ્રિંક બ્રેક હતો. આ દરમ્યાન જોવા મળ્યું કે, કેળાની ભરેલી એક ટોકરી મેદાન પર આવી. વસીમ અકરમે આગળ કહ્યું કે, આટલા કેળા તો વાંદરા પણ નથી ખાતા, જેટલા આ લોકો ખાઈ ગયાં.
વસીમ અકરમ સાથે શોમાં વકાર યુનૂસ ઉપરાંત બે ભારતીય ક્રિકેટર અજય જાડેજા અને નિખિલ ચોપડા પણ હાજર હતા. અકરમે જણાવ્યું કે, તે જ્યારે રમતા હતા અને જો આટલા કેળા ખાતા તેમને ઈમરાન ખાને જોઈ લીધા હોય તો ત્યાં જ ઉધડો લઈ લે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની જીતનું ખાતું નથી ખોલાયું
વસીમ અકરમે આવી રીતે ગુસ્સે થવા પાછળનું કારણ ચેમ્પિયન્સ ટ્રોફીનું પાકિસ્તાનનું પ્રદર્શન છે. પાકિસ્તાન તરફથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ગ્રુપ સ્ટેજ પર રમાયેલી બે મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે. પાકિસ્તાનને પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 60 રને હરાવ્યા તો બીજી મેચમાં ભારત વિરુદ્ધ 6 વિકેટે હાર મળી.
આ પણ વાંચો: ભક્તો માટે ખુશખબર: આ તારીખથી શરુ થશે ચારધામ યાત્રા, આધાર કાર્ડ સાથે કરાવવું પડશે રજીસ્ટ્રેશન