શું બેલારુસના ડિક્ટેટર રાષ્ટ્રપતિને અપાયું ઝેર? પુતિનના મિત્ર લુકાશેન્કોની હાલત નાજુક
પુતિન સાથે મુલાકાત કર્યા બાદ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોની તબિયતઅચાનક બગડી ગઈ છે. તાત્કાલિક ધોરણે તેમને મોસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ માહિતી બેલારુસના વિપક્ષી નેતા વેલેરી ત્સેપાલકોએ આપી હતી. લુકાશેન્કોની ગણતરી પુતિનની નજીકના નેતાઓમાં થાય છે. યુક્રેન પરના હુમલાને પણ સમર્થન આપવામાં આવ્યું હતું. તેમનેબેલારુસ દેશના ડિક્ટેટર પણ કહેવામાં આવે છે.
શું તેમને ખરેખર ઝેર અપાયું હતું?
ટ્વીટ કરીને માહિતી આપતા વેલેરીએ કહ્યું કે લુકાશેન્કોએ પુતિન સાથે બંધ બારણે બેઠક કરી હતી. બેઠક બાદ તરત જ તેમની તબિયત બગડી છે. જે બાદ તેમને મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં, લુકાશેન્કો ડોકટરોની દેખરેખ હેઠળ છે. પુતિનને મળ્યા બાદ લુકાશેન્કોની અચાનક તબિયત બગડતાં ઝેરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
લુકાશેન્કોની હાલત નાજુક
એલેક્ઝાન્ડર લુકાશેન્કોને ઝેર આપવાની સંભાવના વ્યક્ત કરતા વેલેરી ત્સેપલ્કોએ કહ્યું છે કે બેલારુસના રાષ્ટ્રપતિને બચાવવા માટે સુનિયોજિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી કોઈને શંકા ન થાય કે તેમને ઝેર આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની હાલત ગંભીર છે અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેમના લોહીને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેમની સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમને અન્ય જગ્યાએ ન લઈ જવાની સલાહ આપી છે.
લુકાશેન્કો પુતિનના છે મિત્ર
લુકાશેન્કોના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી અફવાઓનું બજાર ગરમ છે. આ મહિનાની શરૂઆતમાં પણ રશિયાની વિજય દિવસની પરેડમાં ભાગ લેવા માટે મોસ્કો પહોંચ્યા હતા. જેમાં તેઓ પુતિન સાથે લંચ પણ કરવાના હતા પરંતુ ખરાબ તબિયતના કારણે લુકાશેન્કો અચાનક બેલારુસ પરત ફર્યા હતા. મહત્વનું છે કે તેઓ રશિયાના પ્રખર સમર્થક છે. તેમણેરશિયા-યુક્રેન યુધ્ધમાં રશિયાનું ખલીને સમર્થન કર્યુ હતું.
આ પણ વાંચો: તુર્કીમાં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એર્દોગન, શું કહ્યું PM મોદી સહિતના વૈશ્વિક નેતાઓએ?