ટોપ ન્યૂઝટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

શું પેરિસ ઓલિમ્પિકની બોક્સિંગ ઇવેન્ટમાં થઈ અપ્રમાણિકતા? માત્ર 46 સેકન્ડમાં મેચ થઈ ગઈ સમાપ્ત

  • છઠ્ઠા દિવસે બોક્સિંગ ઇવેન્ટની મેચમાં ભાગ લેનાર અલ્જીરિયાની બોક્સર પર મહિલા નહીં પણ પુરુષ હોવાનો આરોપ લાગ્યો

ફ્રાન્સ, 2 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024ના છઠ્ઠા દિવસે એક મોટો વિવાદ જોવા મળ્યો, જેમાં મહિલા બોક્સિંગની વેલ્ટરવેટ કેટેગરીમાં ઇટાલીની એન્જેલા કેરિની અને અલ્જીરિયાની ઇમાન ખેલીફ વચ્ચેનો મુકાબલો માત્ર 46 સેકન્ડમાં ખતમ થઈ ગયો. આ મહત્ત્વપૂર્ણ બોક્સિંગ મેચ આટલી ઝડપથી ખતમ થઈ ગયો ત્યારે બધાને આશ્ચર્ય થયું, પરંતુ તેનું કારણ હતું ઈમાન ખેલીફનો મુક્કો જે ઈટાલિયન બોક્સર એન્જેલા કેરિનીને એટલો જોરથી લાગ્યો કે તે રડવા લાગી અને બાદમાં તેણીએ તરત જ મેચ છોડવાનો નિર્ણય લીધો. આ પછી પેરિસ ઓલિમ્પિકમાં પણ એક નવો વિવાદ બહાર આવ્યો છે. જેમાં ઈમામ ખેલીફ એ બોક્સર છે જેના પર મહિલા નહીં પણ પુરુષ હોવાનો આરોપ લાગ્યો છે અને આ કારણથી ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ગયા વર્ષે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.

 

તપાસ બાદ જાણવા મળ્યું કે ઈમાન ખેલીફ પુરુષ છે

જ્યારે અલ્જીરિયાની બોક્સિંગ ખેલાડી ઈમાન ખેલીફ પર મહિલા નહીં પરંતુ પુરુષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને તેની તપાસ કરાવી હતી. ઈમાનના આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ સામાન્ય મહિલા કરતા ઘણું વધારે છે અને તેની સાથે તેના DNA ટેસ્ટમાં XY ક્રોમોઝોમ જોવા મળ્યા જે પુરુષોમાં હોય છે. જ્યારે સ્ત્રીઓમાં XX ક્રોમોઝોમ (રંગસૂત્રો) હોય છે. આ રિપોર્ટ બાદ ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ઈમાન ખેલીફ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

 

IBAના પ્રતિબંધ છતાં પેરિસ ઓલિમ્પિકમાં કેવી રીતે તક મળી?

IBA દ્વારા પ્રતિબંધિત હોવા છતાં અલ્જીરિયાની બોક્સર ઈમાન ખેલીફને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક કેવી રીતે મળી? તો તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગ ઈવેન્ટ્સ IBA હેઠળ નથી હોતી. આ મેચોની સમગ્ર જવાબદારી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સંભાળે છે, જેમણે વર્ષ 1999માં લિંગ સંબંધિત તમામ પરીક્ષણો બંધ કરી દીધા હતા. મહિલા બોક્સિંગમાં ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે, બોક્સરને માત્ર એક પ્રમાણપત્રની જરૂર હોય છે કે તે એક મહિલા છે.

આ પણ જૂઓ: ઓલિમ્પિક બ્રેકીંગ : બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હાર

Back to top button