ટ્રેન્ડિંગમનોરંજન

ઝીરો ફ્લોપ જવાથી ડિપ્રેશનમાં હતો શાહરૂખ ખાન? કેમ ચાર વર્ષ ન કરી ફિલ્મ?

Text To Speech
  • ‘ઝીરો’ ફિલ્મ 2018માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ જેવા મોટા સ્ટાર્સ હતા

HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને ઘણી બ્લોકબસ્ટર આઈકોનિક ફિલ્મો આપી છે. 1992થી તેના નસીબનો સિતારો એટલો ચમક્યો કે આજે તે કિંગ ખાનના નામથી દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. જો કે, તેની કારકિર્દીમાં એક એવો સમય આવ્યો જ્યારે તેની ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થઈ અને તેણે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો.

શાહરૂખ 2018 પછી 4 વર્ષના બ્રેક પર હતો

‘ઝીરો’ ફિલ્મ 2018માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ જેવા મોટા સ્ટાર્સ હતા. આ ફિલ્મ મોટા પાયે રિલીઝ થઈ હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. ઝીરો પછી શાહરૂખખાને લગભગ 4 વર્ષ સુધી કોઈ ફિલ્મ કરી ન હતી અને તેણે કામમાંથી બ્રેક લીધો હતો. જોકે આ સમયગાળા દરમિયાન તે કેમિયો રોલ કરતો હતો. હવે તેણે ખુલાસો કર્યો છે કે શા માટે તેણે 4 વર્ષ સુધી કોઈ ફિલ્મ ન કરી અને લાંબો બ્રેક લીધો.

ઝીરો ફ્લોપ જવાથી ડિપ્રેશનમાં હતો શાહરૂખ ખાન? કેમ ચાર વર્ષ ન કરી ફિલ્મ? hum dekhenge news

ઝીરો પછી ન કરી કોઈ ફિલ્મ

એક ઈન્ટરવ્યુમાં શાહરૂખે કહ્યું કે તેણે બ્રેક ફિલ્મોના કારણે કે તેને મળેલી નિષ્ફળતાના કારણે લીધો ન હતો. અભિનેતાએ કહ્યું કે મેં હંમેશા કહ્યું છે કે જે દિવસે મને સવારે ઉઠીને શૂટિંગ કરવાનું મન ન થાય તે દિવસે હું કામ પર જતો નથી. સાચું કહું તો, આ બ્રેક ફિલ્મોની નિષ્ફળતાને કારણે નહોતો. ડિસેમ્બર 2018માં રીલીઝ થયેલી ઝીરો પછી તે જાન્યુઆરી 2019માં સારે જહાં સે અચ્છા નામની ફિલ્મ શરૂ કરવાનો હતો. હું એક દિવસ સવારે ઊઠ્યો અને મેં કહ્યું, ‘મારે આ ફિલ્મનું શૂટિંગ કરવું નથી અને મેં કર્યું ન કર્યું. તેમણે કહ્યું કે તમે આમ ન કરી શકો, તમે એક પણ મિનિટ કામ વગર બેસતા નથી, જો તમને ફિલ્મ સારી ન લાગે તો ના પાડી દો, પરંતુ એ ના કહો કે તમે કરવા ઈચ્છતા નથી.

ઝીરો પછી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ અને જવાન આવી હતી. બંને ફિલ્મો વર્ષ 2023માં રીલીઝ થઈ હતી જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી

આ પણ વાંચોઃ ‘છાવા’ના ટીઝરે જીત્યા લોકોના દિલ, વિક્કી કૌશલનો દમદાર અંદાજ દેખાયો

Back to top button