પૂર્વ પાકિસ્તાની PM ઇમરાન ખાન સામે વોરંટ, કોઈપણ સમયે થઈ શકે છે ધરપકડ


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સામે એક કેસ સબબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જે મુજબ તેઓની ગમે તે ઘડીએ ધરપકડ થઈ શકે છે. જે સમાચારના પગલે ચર્ચાઓનો દૌર શરૂ થયો છે.
શું છે સમગ્ર મામલો ? ક્યાં કેસમાં વોરંટ થયું ઇસ્યુ ?
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જે બાદ તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, ઇસ્લામાબાદના મારગલ્લા પોલીસ સ્ટેશનના એક મેજિસ્ટ્રેટે 20 ઓગસ્ટના રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ જેબા ચૌધરી વિશે ટિપ્પણી કરવા બદલ ઇમરાન ખાન વિરુદ્ધ આ વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈમરાન ખાન પર સતત સંકજો કસવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ તેની સામે અધિકારીઓ અને જજને ધમકાવવાના કેસ નોંધાયેલા છે. આ સંદર્ભે કોર્ટે તેમને જામીન આપ્યા છે. ઇસ્લામાબાદના સદર મેજિસ્ટ્રેટ અલી જાવેદ દ્વારા તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દિગ્વિજય સિંહના દિલની વાત, ‘જેને કંઈ જોઈતું નથી તે રાજાઓના રાજા છે’