ગુજરાતટોપ ન્યૂઝ

સાવધાન: ગુજરાતના આ શહેરમાં તાવ, શરદી-ઉધરસના કુલ 2300 કેસ, દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ

Text To Speech

અમદાવાદમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. અમદાવાદમાં તાવ-શરદી અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત પડી રહેલી ઠંડીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં તાવ અને શરદી-ઉધરસના કુલ 2300 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ઓપીડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ITનું બીજા દિવસે સર્ચ ઓપરેશન, જાણો કોના પર છે તવાઇ

અમદાવાદમાં હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડી

છેલ્લાં એક સપ્તાહથી અમદાવાદમાં હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડી પડી રહી છે અને તેના કારણે શહેરમાં શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઘેર ઘેર શરદી, ઉધરસ અને વાયરલ ફીવરના કેસ જોવા મળે છે. છેલ્લાં એક સપ્તાહમાં AMC સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં શરદી, ખાંસી અને વાયરલ ફીવરના 10500થી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. ખાનગી દવાખાનામાં પણ તાવ શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યા બમણી હોવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને જાન્યુઆરી, 2023ના સુધીમાં શહેરમાં ઝાડા ઉલટીના 141, કમળાના 67 અને ટાઈફોઈડના 94 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: જલસા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ

શહેરમાં એક જ દિવસમાં કેસોનો રાફડો ફાટ્યો

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી તાવ અને શરદી-ઉધરસના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સતત વધતા કેસો વચ્ચે ઓપીડીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. શહેરમાં એક જ દિવસમાં તાવ અને શરદી-ઉધરસ મળી કુલ 2300 કેસો નોંધાયા હતા. શહેરામાં તાવના 700 જેટવા કેસો સામે આવ્યા હતા તો શરદી-ઉધરસના 1600 જેટલા કેસો નોંધાયા હતા. શહેરમાં સતત વધતી ઠંડીના કારણે લોકોના આરોગ્ય પર તેની અસર જોવા મળી રહી છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના હોવાથી લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી પડશે.

Back to top button