ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ચેતવણી! બાળકોની મેન્ટલ હેલ્થ પર અસર કરી રહ્યું છે સોશિયલ મીડિયા

  • સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ 100 ટકા હાનિકારક છે, ખાસ કરીને બાળકો માટે. સોશિયલ મીડિયા બાળકોની મેન્ટલ હેલ્થ પર પણ ખતરનાક રીતે અસર કરી રહ્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ આજકાલ 2-3 વર્ષનું બાળક પણ યુટ્યુબ પર વિડીયો જુએ છે. જ્યારે તેઓ 5-6 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓ ફોનનો ઉપયોગ કરવામાં સંપૂર્ણ નિષ્ણાત બની જાય છે. મોટાભાગના બાળકો 10 થી 15 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા પર આવી જાય છે. ઘણા સંશોધનોમાં તેને ખતરનાક ગણાવાયું છે. બાળકોને અને તેમના પેરેન્ટ્સને ચેતવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાનું વ્યસન બાળકોના માનસિક આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. આ પહેલા પણ ઘણા દેશોએ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાણો કે સોશિયલ મીડિયા બાળકોના માનસિક આરોગ્ય પર શું અસર કરે છે?

ફોન બાળકોના માનસિક આરોગ્ય પર કેવી અસર કરે છે?

સેપિયન લેબ્સના એક ગ્લોબલ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાની ઉંમરે સ્માર્ટફોન ધરાવનારા બાળકોની મેન્ટલ હેલ્થ આગળ જતા બગડે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે છોકરીઓ 6 વર્ષની ઉંમરે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તે પછીથી 76% કેસોમાં કોઈને કોઈ પ્રકારની માનસિક સમસ્યાથી પીડાય છે.

ચેતવણી! બાળકોની મેન્ટલ હેલ્થ પર અસર કરી રહ્યું છે સોશિયલ મીડિયા hum dekhenge news

સોશિયલ મીડિયાના કારણે બાળકોમાં આવે છે ડિપ્રેશન

2019 માં અમેરિકન મેડિકલ એસોસિએશનના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે બાળકો સોશિયલ મીડિયા પર 3 કલાકથી વધુ સમય વિતાવે છે તેમાં ડિપ્રેશનનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, 2021માં દુનિયાના 378 કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમાંથી 84% યૂઝર્સ 18-29 વર્ષના હતા. ઘણા મનોચિકિત્સકો સોશિયલ મીડિયાને આલ્કોહોલ અને સિગારેટના વ્યસન જેવું માને છે, જેને છોડવું બિલકુલ સરળ નથી. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા કેટલાક બાળકોમાં એંગ્ઝાઈટીના લક્ષણો પણ જોવા મળ્યા હતા.

બાળકોને થઈ રહી છે ઊંઘની સમસ્યા

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા બાળકોની ઊંઘ બગાડે છે. આ કારણે તેમનું મગજ બગડી રહ્યું છે. આ આદત તેમના આત્મવિશ્વાસને પણ હલાવી દે છે. જેના કારણે બાળકોની ખાણીપીણી પર પણ અસર પડી રહી છે. આ કારણે તેમની મેન્ટલ હેલ્થ સંપૂર્ણપણે બગડી રહી છે.

આ પણ વાંચોઃ બાળકોને બંધ નાકથી રાહત અપાવશે આ નુસખા, તરત મળશે આરામ

Back to top button