વરસાદમાં પોળો ફોરેસ્ટ જતા પહેલાં ચેતજો, 18 ઓગસ્ટ સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ
વિજયનગર, 04 સપ્ટેમ્બર 2024, ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પર્યટન સ્થળો પર લોકો મુસાફરી કરી રહ્યાં છે. વરસાદ થવાથી ચારેતરફ લિલોત્રી છવાઈ જવાથી વાતાવરણ આહ્લલાદક લાગી રહ્યું છે. ધોધ કે ઝરણા જોવા માટે લોકોને વધુ પસંદ હોવાથી કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો પર ભીડ વધારે રહે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળો ફોરેસ્ટમાં ફરવા જાઓ તો ધ્યાન રાખજો. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ફોરેસ્ટમાં પ્રવાસીઓના જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સ્થળ 3થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઉપરવારમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમમાં પાણી છોડવું પડે તેમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદના પગલે ડેમ મારફતે પાણી છોડાઈ રહ્યું છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પોલો વિસ્તાર રાહદારી-પ્રવાસીઓ માટે પ્રતિબંધિત કરાયો છે. વિજયનગરના પોલો પ્રવાસન સ્થળે પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ (હરણાવ) ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ મારફતે પાણી છોડાઈ રહ્યું છે.
15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે
પોળો વિસ્તારમાં અવર જવર કરતા રાહદારી તેમજ પર્યટકો માટે પ્રતિબંધિત કરાયો છે. જેમાં ડેમનું પાણી પોળોના જંગલ વિસ્તારમાં થઈને હરણાવ નદીમાં જતુ હોવાથી વધુ પાણી છોડવાની જરૂરિયાત જણાય તો સાવચેતીના પગલા માટે પ્રતિબંધ કરાયો છે. 3 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કમર્ચારીઓને લાગુ પડશે નહિ.
આ પણ વાંચોઃગુજરાતના 115 જળાશયો 100% ભરાયા, નર્મદા ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ