ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપમાં PAK ને હરાવી AUSની બીજી જીત, વોર્નર, માર્શ અને ઝમ્પાનો જોવા મળ્યો તરખાટ

ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બીજી જીત હાંસલ કરી છે. 20 ઓક્ટોબર (શુક્રવાર)ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમની જીતના હીરો ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને એડમ ઝમ્પા હતા. વોર્નર અને માર્શે સદીની ઇનિંગ્સ રમી હતી જ્યારે ઝમ્પાએ ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા.

368 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકે પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી તૂટતાની સાથે જ પાકિસ્તાની ઇનિંગ્સની ગતિ બગડી અને તેણે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. અંતે પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 305 રનમાં સમેટાઈ ગઈ હતી.

પાકિસ્તાન માટે ઓપનર ઈમામ ઉલ હકે સૌથી વધુ 70 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. જ્યારે બીજા ઓપનર અબ્દુલ્લા શફીકે સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 64 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મદ રિઝવાને 46 રન અને સઈદ શકીલે 30 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે માર્કસ સ્ટોઇનિસ અને પેટ કમિન્સને બે-બે વિકેટ મળી હતી.

પાકિસ્તાનની ઇનિંગ્સ :

પહેલી વિકેટ: અબ્દુલ્લા શફીક (64) માર્કસ સ્ટોઈનિસ આઉટ, 134/1
બીજી વિકેટ: ઇમામ ઉલ હક (70) માર્કસ સ્ટોઇનિસ આઉટ, 154/2
ત્રીજી વિકેટ: બાબર આઝમ (18) એડમ ઝમ્પા આઉટ, 175/3
ચોથી વિકેટ: સઈદ શકીલ (30) આઉટ પેટ કમિન્સ, 232/4
પાંચમી વિકેટ: ઈફ્તિખાર અહેમદ (26) એડમ ઝમ્પા, 269/5
છઠ્ઠી વિકેટ: મોહમ્મદ રિઝવાન (46) એડમ ઝમ્પા, 274/6
સાતમી વિકેટ: ઉસામા મીર (0) જોશ હેઝલવુડ, 277/7
આઠમી વિકેટ: મોહમ્મદ નવાઝ (14) એડમ ઝમ્પા આઉટ, 289/8
નવમી વિકેટ: હસન અલી (8) મિશેલ સ્ટાર્ક આઉટ, 301/9
દસમી વિકેટ: શાહીન આફ્રિદી (10) પેટ કમિન્સ આઉટ, 305/10

ઓસ્ટ્રેલિયાએ મેચમાં જોરદાર શરૂઆત કરી, ડેવિડ વોર્નર અને બર્થડે બોય મિચેલ માર્શ મેચની ઓપનિંગ કરવા આવ્યા, પ્રથમ 6 ઓવરમાં કાંગારુ ટીમે 37 રન બનાવી લીધા. જો કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની બોલર શાહીન શાહ આફ્રિદીએ બોલિંગની કેટલીક તકો ઊભી કરી હતી. શાહીન થોડો કમનસીબ હતો, શાદાબ ખાનની જગ્યાએ મેચમાં રમી રહેલા ઉસામા મીરે પાંચમી ઓવરમાં ડેવિડ વોર્નરનો ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો.

વોર્નરે જીવનની આ ભેટનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને માર્શ સાથે બેવડી સદીની ભાગીદારી કરી હતી. વોર્નર અને માર્શે પોતપોતાની સદી પૂરી કરી હતી. માર્શે 108 બોલનો સામનો કર્યો અને 121 રન બનાવ્યા, જેમાં તેણે 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. માર્શને શાહીન આફ્રિદીએ આઉટ કર્યો હતો. માર્શ-વોર્નરે 33.5 ઓવરમાં 259 રનની ભાગીદારી નોંધાવી હતી. માર્શને આઉટ કર્યા બાદ શાહિને આગામી બોલ પર મેક્સવેલને પણ આઉટ કર્યો હતો.

મેક્સવેલ બાદ સ્ટીવ સ્મિથ પણ સસ્તામાં આઉટ થયો હતો. જોકે, વોર્નરની તોફાની બેટિંગ ચાલુ રહી અને તેણે 163 રનની જબરદસ્ત ઇનિંગ રમી. વોર્નરે 124 બોલની ઈનિંગમાં 14 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરને હરિસ રઉફે આઉટ કર્યો હતો. સતત વિકેટ પડવાના કારણે ઓસ્ટ્રેલિયાએ ગતિ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ નવ વિકેટે 367 રન જ બનાવી શકી હતી. શાહીન આફ્રિદીએ પાકિસ્તાન તરફથી પાંચ ખેલાડીઓને આઉટ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની : (367/9)

પ્રથમ વિકેટ: મિશેલ માર્શ (121) શાહીન આફ્રિદી આઉટ, 259/1
બીજી વિકેટ: ગ્લેન મેક્સવેલ (0) શાહીન આફ્રિદી, 259/2
ત્રીજી વિકેટ: સ્ટીવ સ્મિથ (7) ઉસામા મીર, 284/3
ચોથી વિકેટ: ડેવિડ વોર્નર (163) હરિસ રૌફ, 325/4
પાંચમી વિકેટ: જોશ ઈંગ્લિસ (13) હરિસ રૌફ, 339/5
છઠ્ઠી વિકેટ: માર્કસ સ્ટોઇનિસ (21) શાહીન આફ્રિદી, 354/6
સાતમી વિકેટ: માર્નસ લાબુશેન (8) હરિસ રૌફ, 360/7
આઠમી વિકેટ: મિશેલ સ્ટાર્ક (2) શાહીન આફ્રિદીને આઉટ, 363/8
નવમી વિકેટ: જોશ હેઝલવુડ (0) શાહીન આફ્રિદી આઉટ, 363/8

Back to top button