બનાસકાંઠાઃ પાલનપુરના વોર્ડ નંબર 6ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” જાહેર કરાયો
- બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું એક મહિના સુધી અમલમાં રહેશે
પાલનપુર, 05 જૂન 2024, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત બનાસકાંઠાની દરખાસ્ત અંતર્ગત કલેક્ટર વરૂણ કુમાર બરનવાલ દ્વારા વોર્ડ નંબર 6 ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.પાલનપુર શહેરમાં વોર્ડ નંબર ૬ માં છેલ્લા કેટલાક સમયથી કોલેરાના કેસ વધતા આ વિસ્તારમાં લોકો ચિંતિત બન્યા હતા, ત્યારે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
જાહેરનામું એક મહિના સુધી અમલમાં રહેશે
પાલનપુર શહેરી વોર્ડ નંબર 06 વિસ્તાર (ખાસદાર ફળી, ભકતોની લીંમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી)ની આજુબાજુ નો ૨ કિ.મી. સુધીનો વિસ્તાર “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદાર, પાલનપુર (શહેર)ની નિમણુંક કરવામાં આવે છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચોઃરાત્રે જમી માઝા પીને સુઈ ગયેલો પરિવાર સવારે ઉઠ્યો જ નહીં, ડોક્ટરો પણ ગોથે ચડ્યા