WAR 2: જુનિયર એનટીઆરને મળી રહી છે તગડી રકમ, ઋત્વિકને ટક્કર


- વોર-2માં ઋત્વિક અને જુનિયર એનટીઆરની ટક્કર
- જુનિયર એનટીઆરના ફેન્સ ખુબ જ એક્સાઇટેડ
- જુનિયર એનટીઆરની એન્ટ્રીની અસર બિઝનેસ પર પડશે
યશરાજ ફિલ્મનું સ્પાઇ યુનિવર્સ ધીમે ધીમે વિસ્તરતુ જાય છે. પઠાણની સક્સેસ બાદ ટાઇગર-3 તૈયાર છે. ત્યારબાદ વોર-2ની ઓફિશિયલ જાહેરાત પણ થઇ ચુકી છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે વોર- 2માં ઋત્વિક રોશન સાથે આરઆરઆર ફેમ જુનિયર એનટીઆર જોવા મળશે. આ સાંભળીને ફેન્સ આ ફિલ્મ માટે વધુ એક્સાઇટેડ થઇ ગયા છે.
જુનિયર એનટીઆરને મળી રહી છે તગડી ફી
વોર-2માં જુનિયર એનટીઆરની એન્ટ્રી બાદ એ તો સ્પષ્ટ થઇ ગયુ છે કે પેન ઇન્ડિયા ફિલ્મ રહેશે અને તેનુ ઓડિયન્સ પણ વધી જશે. બોલિવુડ લાઇફના એક રિપોર્ટ મુજબ ફિલ્મ માટે જુનિયર એનટીઆરને લગભગ 30 કરોડ ફી મલશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરઆરઆર માટે જુનિયર એનટીઆરને 45 કરોડ રૂપિયા ફી મળી હતી.
ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં
વોર-2માં ઋત્વિક રોશન સાથે ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મની સીક્વલમાં ઋત્વિકની સાથે જુનિયર એનટીઆર પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અયાન મુખર્જી તાજેતરમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને ચર્ચામાં આવ્યા હતા અને ફિલ્મ હિટ સાબિત થઇ હતી.