ટ્રાવેલટ્રેન્ડિંગ

ઓડિશા ફરવા ઈચ્છો છો? તો જાણી લો અમદાવાદથી શરૂ થતું આ સસ્તું પેકેજ

Text To Speech
  • આ ટૂર પેકેજનું નામ ઓડિશા લેન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ ડિવિનિટી એન્ડ ગોલ્ડન બીચ છે. આ ટૂર પેકેજની શરૂઆત અમદાવાદથી થશે. આ ટૂર દર સોમવારે ઉપડશે. પ્રવાસ સાત દિવસ અને 6 રાતનો છે

HD ન્યુઝ ડેસ્કઃ ગુજરાતના પ્રવાસીઓ માટે ઓડિશાનું આકર્ષક ટૂર પેકેજ લોન્ચ થયું છે. આ ટૂર પેકેજને દેખો અપના દેશ સ્કીમ હેઠળ લાવવામાં આવ્યું છે. આ ટૂર પેકેજની શરૂઆત અમદાવાદથી થશે. IRCTCએ આ ટૂર પેકેજનું નામ ઓડિશા લેન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ ડિવિનિટી એન્ડ ગોલ્ડન બીચ રાખ્યું છે.

સાત દિવસનો છે પ્રવાસ

ઓડિશાનો આ પ્રવાસ 7 દિવસ અને 6 રાતનો છે. આ ટૂરમાં પ્રવાસીઓ પુરી, કોણાર્ક અને ચિલ્કા તળાવ ફરી શકશે. આ ટૂર દર સોમવારે ઉપડે છે. તેની શરૂઆતની કિંમત 14,500 રુપિયાથી મહત્તમ 33,000 સુધી છે.

ઓડિશાની આ જગ્યાઓ પર ફરવાનો મોકો

આ પ્રવાસ પેકેજમાં પ્રવાસીઓ અમદાવાદના જગન્નાથ મંદિર, કોણાર્ક, લિંગરાજ મંદિર અને ચિલ્કા તળાવ જેવા સ્થળોની મુલાકાત લેશે. દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે આવા ટૂર પેકેજ લોન્ચ થતા રહે છે. આ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ સસ્તી અને સગવડતાભરી મુસાફરી કરે છે.

ઓડિશા ફરવા ઈચ્છો છો? તો જાણી લો અમદાવાદથી શરૂ થતું આ સસ્તું પેકેજ hum dekhenge news

આ પ્રવાસ માટે કેટલો ખર્ચ થશે?

જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો 3ACમાં વ્યક્તિ દીઠ ભાડું 33,400 રૂપિયા છે. 3ACમાં બે જણ સાથે પ્રવાસ કરનારા પ્રત્યેક ટૂરિસ્ટે 21,100 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ત્રણ લોકો સાથે મુસાફરી કરી રહ્યા હશો તો રુ. 17,800 ચૂકવવા પડશે. આ સિવાય જો તમે 5 થી 11 વર્ષની ઉંમરના બાળક માટે બેડ લઈ રહ્યા છો તો તેનું ભાડું 16,000 રૂપિયા અને બેડ નથી લઈ રહ્યા તો ભાડું 13,200 રૂપિયા રાખવામાં આવ્યું છે.

તમે સ્લીપર ક્લાસમાં પણ મુસાફરી કરી શકો છો

જો તમે સ્લીપર ક્લાસમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે 29,700 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે. જો તમે બે લોકો સાથે મુસાફરી કરો છો, તો વ્યક્તિ દીઠ ભાડું 17,400 રૂપિયા ચૂકવવા પડશે અને ત્રણ લોકો માટે ભાડું 14,100 રૂપિયા રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનનો આ પહાડી કિલ્લો વર્લ્ડ હેરિટેજમાં સામેલ, જરૂર કરો વિઝિટ

Back to top button