ઓછા ખર્ચે અમૃતસર ફરવુ છે? તો જોઇ લો IRCTCનુ આ પેકેજ
- દિલ્હી-અમૃતસર આઇઆરસીટીસીનું સસ્તુ પેકેજ
- ગોલ્ડન ટેમ્પલ જવા ઇચ્છતા હો તો આ રહ્યો શિડ્યુઅલ
રોજના વ્યસ્ત શિડ્યુઅલથી થાકી ચુક્યા હોય, ખુદને આરામ આપવા ઇચ્છતા હો અને ક્યાંક ફરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો એક નજર અહીં કરો. દિલ્હીની આસપાસમાં રહેતા હો અથવા તો અહીંથી દિલ્હી સુધી જવાની ઇચ્છા હોય અને અમૃતસર ફરવા ઇચ્છતા હો તો આઇઆરસીટીસીએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ફરવાનું એક સુપર્બ ટુર પેકેજ શેર કર્યુ છે. આ ટુર પેકેજ દ્વારા તમે ખુબ સસ્તામાં અમૃતસરના ફેમસ પ્લેસિસને એક્સપ્લોર કરી શકો છો. બે દિવસની આ ટ્રિપની ડિટેલ્સ જાણો.
પેકેજ ડિટેલ્સ
પેકેજનું નામઃ નવી-દિલ્હી અમૃતસર ટુર
શું કવર થશેઃ વાઘા બોર્ડર, જલિયાંવાલા બાગ, ગોલ્ડન ટેમ્પલ
સ્ટેશનઃ દિલ્હી રેલ્વે સ્ટેશન
સમયઃ એક રાત બે દિવસ
ટુર ડેટઃ શુક્રવાર અને શનિવાર
મીલ પ્લાનઃ એપીએઆઇ અને એક લંચ
શું છે પેકેજ
પહેલો દિવસ
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર રિપોર્ટ કરો. તે યાત્રા ટ્રેન નંબર 12029 સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસથી કરવામાં આવશે. તમને બોર્ડ પર નાસ્તો મળશે. અમૃતસર સ્ટેશન પહોંચ્યા બાદ હોટલ માટે તમારે ચેક ઇન કરવાનું રહેશે. ટ્રિપ પર તમને એસી રૂમ મળશે. લંચ બાદ વાઘા બોર્ડરના દર્શન અને પછી સાંજે હોટલમાં વાપસી બાદ રાતનું જમવાનુ અને રાતભર ત્યાં જ રહેવાનું છે.
બીજા દિવસે
સવારના નાસ્તા બાદ ગોલ્ડન મંદિર અને જલિયાંવાલા બાગમાં દર્શન કરાવવામાં આવશે. લંચ માટે હોટલ આવવાનું રહેશે. ત્યારબાદ ટ્રેન સ્વર્ણ શતાબ્દી નંબર 12030 પર સવાર થવા માટે સાંજે અમૃતસર રેલ્વેસ્ટેશન પર સ્થાનાંતરણ. બોર્ડ પર ડિનર મળશે.
પેકેજમાં શું સામેલ છે
- કન્ફર્મ રિટર્ન ટ્રેન ટિકિટ
- ટ્રેનમાં જમવાનુ
- એસી કેબ કે બસથી અમૃતસર રેલ્વેસ્ટેશનથી પિકઅપ ડ્રોપ સેવાઓ.
- અમૃતસરની હોટલમાં એસી રૂમમાં રહેવાનું
- સાઇટસીન અને જમવાનું
પેકેજની કિંમત
આ પેકેજમાં વાધા બોર્ડર, જલિયાંવાલા બાગ અને ગોલ્ડન ટેમ્પલ ફેરવવામાં આવશે. આ પેકેજ માટે અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવી છે. જેમાં સિંગલ શેરિંગના 8325 રુપિયા, ટ્વિન શેરિંગના 6279, ટ્રિપલ શેરિંગના 5450 રૂપિયા આપવા પડશે. બાળકો માટે બેડની કિંમત રૂ. 4320 અને બેડ વગર 3690 રૂપિયા ચુકવવા પડશે.
આ પણ વાંચોઃ ઉધઇ તમારુ લાખોનું ફર્નિચર ખાઇ જાય તે પહેલા અજમાવો આ ઘરેલુ નુસખા