ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં સોનાની ખાણનો કોન્ટ્રેક્ટ લેવો છે? તો વાંચો અહીં વિગતો

  • આ ખાણોની ઈ-ઓક્શન માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે: સચિવ

જયપુર, 15 ફેબ્રુઆરી: રાજસ્થાન ખાણ વિભાગ ઇતિહાસ રચવા માટે તૈયાર છે કારણ કે તે રાજ્યમાં પ્રથમ વખત બાંસવાડા જિલ્લાના ભુકિયા-જગપુરા વિસ્તારમાં સોનાની ખાણની હરાજી શરૂ કરશે. ખાણ-ખનીજ વિભાગના સચિવ આનંદીબેને જણાવ્યું હતું કે, ખાણ-ખનીજ વિભાગે આ ખાણોની ઈ-ઓક્શન માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને એક મહિનામાં જરૂરી માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ખાણ-ખનીજ વિભાગના સેક્રેટરીએ શું કહ્યું ?

ખાણ-ખનીજ વિભાગના સેક્રેટરી આનંદીબેને બુધવારે કહ્યું કે, “બાંસવાડાના ઘાટોલ તહસીલના ભુકિયા-જગપુરાના 14 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સોનાનો વિશાળ ભંડાર છે. આ વિસ્તારમાં વ્યાપક શોધખોળ પછી, 113.52 મિલિયન ટન ગોલ્ડ ઓરનો પ્રારંભિક અંદાજ બનાવવામાં આવ્યો છે, જેમાં સોનાની ધાતુની માત્રા 222.39 ટન હોવાનો અંદાજ છે. એક અંદાજ મુજબ, અહીં સોનાના ખનિજના ખાણકામ દરમિયાન 1 લાખ 74 હજાર ટનથી વધુ તાંબુ, 9,700 ટનથી વધુ નિકલ અને 13,500 ટનથી વધુ કોબાલ્ટ ખનિજ મેળવવામાં આવશે. રાજ્ય સરકારના રાજસ્થાન સ્ટેટ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ (RSMET) દ્વારા બંને બ્લોકને હરાજી માટે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. બે સોનાની ખાણોની ઇ-હરાજી માટે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ લગભગ એક મહિનામાં ભારત સરકારના ઇ-પોર્ટલ પર હરાજી માટેનું ટેન્ડર શરૂ કરવામાં આવશે.

દેશ અને રાજ્યમાં રોજગાર માટે અભૂતપૂર્વ તકો ઊભી થશે : સચિવ

ખાણ સચિવે વધુમાં કહ્યું કે, “અમે બાંસવાડાના ભુકિયા-જગપુરામાં રાજ્યની પ્રથમ સોનાની ખાણની હરાજી માટે યુદ્ધના ધોરણે તૈયારી કરી રહ્યા છીએ. સોનાની સાથે-સાથે, આ સોનાની ખાણોમાંથી વિપુલ માત્રામાં તાંબુ, નિકલ અને કોબાલ્ટ ખનિજો મેળવવામાં આવશે. જેનાથી ઇલેક્ટ્રોનિક, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, બેટરી સહિત ઘણા ઉદ્યોગોમાં નવા રોકાણો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દેશ અને રાજ્યમાં રોજગાર માટે અભૂતપૂર્વ તકો ઊભી થશે. તાંબાના ઉદ્યોગોની સાથે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં કાચા માલ તરીકે તાંબાની ઉપલબ્ધતા વધશે, જ્યારે નિકલ બેટરી ઉદ્યોગ, સિક્કા બનાવવા, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વગેરેને તેજી પ્રદાન કરશે.

અધિકારીઓએ ઉમેર્યું કે,”કોબાલ્ટનો ઉપયોગ એરબેગ્સ, પેટ્રોકેમિકલ ઉદ્યોગ વગેરેમાં થઈ શકે છે અને તેમના કાચા માલના પુરવઠા માટે વિદેશી દેશો પરની અવલંબન ઘટશે. રાજ્યમાં કોપર, નિકલ અને કોબાલ્ટને લગતા ઉદ્યોગોમાં નવા રોકાણથી આવક અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારની વિપુલ તકો ઊભી થશે.”

આ પણ જુઓ: પિંક સિટી જયપુરમાં રાજપૂતોનો અનમોલ ખજાનો છુપાયેલો છે

Back to top button