બાળકો માટે SIP શરુ કરવી છે, તો આ નિયમો જાણી લેજો, ભવિષ્યમાં ખૂબ જ કામમાં આવશે આ વાત

અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2025: ઘણા મા-બાપ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે જન્મના થોડા વર્ષો બાદથી રોકાણ શરુ કરી દેતા હોય છે. આ એક સારી રણનીતિ પણ છે. જો સમય સાથે પેરેન્ટ્સ રોકાણ શરુ કરી દે તો બાળકોનો અભ્યાસ, હાયર એજ્યુકેશન અને લગ્નના સમયમાં પૈસાની તકલીફ થશે નહીં. હવે સવાલ એ થાય છે કે, બાળકો માટે ક્યાં રોકાણ કરવું સારુ રહેશે? ફાઈનાન્શિયલ એક્સપર્ટનું કહેવું છે કે, લાંબા ગાળામાં મ્યૂચ્યુઅલ ફંડ એક શાનદાર વિકલ્પ છે. આવું એટલા માટે કહી શકાય કેમ કે તેમાં SIP દ્વારા રોકાણ કરી લાંબા ગાળામાં મોટા કાર્પસ બની શકે છે. બાળકોના નામ પર SIP કેવી રીતે શરુ કરવી, આ સવાલના જવાબમાં એડલવાઈસ મ્યૂચ્યુઅલ ફંડના સીઈઓ રાધિકા ગુપ્તાએ આપ્યો છે. આવો જાણીએ તેના વિશે વિગતવાર…
આ બાબતને લગતા મહત્વના પ્રશ્નો અને તેના જવાબો
1. શું આપણે બાળકો માટે મ્યૂચ્યુઅલ ફંડ ફોલિયો ખોલી શકીએ, જો બાળકો પાસે પાન કાર્ડ નથી તો?
જવાબ- હા, ફોલિયો બનાવવા માટે સગીરનું પાન વૈકલ્પિક છે. ફક્ત વાલીઓના પાન કાર્ડ ફરજિયાત છે. અહીં ઉલ્લેખનિય છે કે, મ્યૂચ્યુઅલ ફંડ ફોલિયો નંબર, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા દરેક વ્યક્તિને આપવામાં આવતી એક ખાસ ઓળખાણ સંખ્યા હોય છે. આ અલ્પાન્યૂમેરિક કોડ હોય છે. ફોલિયો નંબરની મદદથી મ્યૂચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી તમામ લેવડદેવડ એક જ ખાતામાં ટ્રેક કરવામાં આવે છે.
2. સગીર બાળકો માટે ફોલિયો બનાવવા માટે કયા દસ્તાવેજ જરુરી છે?
જવાબ- તમારે વાલીઓના પાન કાર્ડ સાથે સાથે સગીરનું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા કોર્ટ દ્વારા નિયુક્ત દસ્તાવેજ જેવા સંબંધ પ્રમાણ દસ્તાવેજોની જરુર રહેશે. સગીર માટે પાન કાર્ડ ફરજિયાત નથી.
3. શું હું વાલી અને સગીર બંનેના બેન્ક ખાતામાંથી SIP સબ્સક્રાઈબ કરી શકું છું
જવાબ- હા, વાલી અને સગીર બંનેના બેન્ક ખાતાનો ઉપયોગ SIP સબ્સક્રિપ્શન અને એક સાથે લેવડદેવડ માટે કરી શકાય છે. રિડેમ્પશન ફક્ત સગીરના બેન્ક ખાતામાં જ જમા કરવામાં આવશે.
4. સગીર માટે ફોલિયો બનાવવા માટે કેટલો સમય લાગે છે
જવાબ- સગીર ફોલિયો બનાવવામાં 2 દિવસ સુધીનો સમય લાગશે. જો સગીર/વાલીના સંબંધિત દસ્તાવેજનું વેરીફિકેશન અધીન છે. પહેલી લેવડદેવડ ફોલિયો બનાવવાના સમય અથવા બાદમાં, ફોલિયો બનાવ્યા બાદ શરુ કરી શકાય છે.
આ પણ વાંચો: નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ ગયા છે? તો આ પ્રોટીન-રિચ ફૂડ્સ ટ્રાય કરો