- આ માટે તમારે USSD કોડનો ઉપયોગ કરવો પડશે
- નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇંડિયાએ *99# સર્વિસ શરૂ કરી હતી
તમને UPI ટ્રાન્સેક્શન કરવામાં ધીમા ઇન્ટરનેટ અથવા તો ઇન્ટરનેટ બિલકુલ ન હોવાની સમસ્યા નડી રહી છે? તમે ઇન્ટરનેટ વગર પણ UPI ટ્રાન્સેક્શન કરી શકો છો. હાલના સમયમાં લોકો કેશ ટ્રાન્સેક્શનની જગ્યાએ ઓનલાઇન કે UPI પેમેન્ટનો વધુ ઉપયોગ કરે છે, પરંતુ નેટવર્ક સ્લો હોવા કે નેટ ન હોવાના કારણે પેમેન્ટ થઇ શકતુ નથી.
આવા સંજોગોમાં તમે ઇન્ટરનેટ વગર પણ UPI ટ્રાન્સેક્શન કરીને પેમેન્ટ પ્રોસેસ પુરી કરી શકો છો. આ માટે તમારે USSD કોડનો ઉપયોગ કરવો પડશે. તેનો યુઝ કરવા માટે જરૂરી છે કે તમારા મોબાઇલ નંબર પર પહેલેથી જ UPI સર્વિસ એક્ટિવ હોય. મતલબ કે તમે આ અગાઉ ગુગલ પે, ફોન પે, પેટીએમ કે BHIM જેવી UPI એપથી તમારા એકાઉન્ટને લિંક રાખ્યુ હોય, તો જ તમે તેનો ઉપયોગ કરી શકશો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇંડિયાએ *99# સર્વિસની શરૂઆત કરી હતી.
અહીં જાણો ઉપયોગની રીત સ્ટેપ બાય સ્ટેપ
- સૌથી પહેલા ફોનના ડાયલ પેડ પર જાવ અને *99#ટાઇપ કરો. તમારા બેન્કની ફેસિલીટીને લઇને એક મેન્યુ પોપ-અપ હશે. તેમાં સેન્ડ મની, રિક્વેસ્ટ મની, ચેક બેલેન્સ, UPI પિન જેવા ઓપ્શન્સ મળશે.
- જો તમે માત્ર પૈસા મોકલવા માંગતા હો, તો ડાયલ પેડ પર નંબર 1 દબાવીને સેન્ડ મની વિકલ્પ પસંદ કરો. આ પછી, તમે મોબાઇલ નંબર, UPI ID અથવા સેવ્ડ બેનિફિશિયરી કે પછી એકાઉન્ટ નંબર અને IFSC કોડનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકશો.
- પછી રકમ દાખલ કરો અને વ્યવહાર પૂર્ણ કરવા માટે તમારો UPI પિન દાખલ કરો. પછી તમારે ફક્ત ‘send’ ટેપ કરવાનું છે.
- UPI પિન નાંખતા જ ટ્રાન્સેક્શન પુર્ણ થઇ જશે અને બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ જશે. તમારુ ઓફલાઇન UPI ટ્રાન્સેક્શન પુરી થશે. તમે આ UPI સર્વિસને ઓફલાઇન ડિસેબલ પણ કરી શકો છો.
- યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ / યુપીઆઇ (Unified Payments Interface) એક રીયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપ દ્વારા તરત જ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે. UPI મારફતે, તમે એક બેંક ખાતાને UPI એપ્લિકેશન્સ સાથે લિંક કરી શકો છો.
આ પણ વાંચોઃ BJPના સ્ટિંગ બોમ્બ પર કેજરીવાલનો જવાબ, કહ્યું- ‘ના પહેલા કંઈ મળ્યું, ના હવે કંઈ મળશે’