અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝનેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાયબરની દુનિયામાં કારકિર્દી બનાવવી છે ? એથિકલ હેકિંગ વિશે જાણવું છે તો આ વાંચો

Text To Speech

ઈન્ટરનેટ વિનાની દુનિયાની કલ્પના કરવી લગભગ અશક્ય લાગે છે. કારણ કે રોજબરોજના જીવનનો એક ભાગ બની ગયુ છે ઈન્ટરનેટ. નાનેરાઓથી માંડી વડીલો સુધી સૌ કૌ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સૌ કોઈ ઈન્ટરનેટ પર નિર્ભર બન્યા છે. ત્યારે હવે ગુનાખોરી પણ ડીજીટલ બની રહી છે. આજના સમયમાં લોકોના પાસવર્ડ, સાઈટ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ જેવાં કે ફેસબુક, ટ્વીટર, ઈન્ટાગ્રામ હેક થવાના સમાચાર દરરોજ આવતા રહે છે. એટલું જ નહીં, ઘણી વખત ઇન્ટરનેટની મદદથી બેન્ક ફ્રોડ પણ કરવામાં આવે છે. હેકિંગ દ્વારા હેકર્સ તમારા કમ્પ્યુટર અથવા તમારા એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે અને આમ તેમને તમારો ડેટા ચોરી અથવા ડિલીટ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. આ સાયબર ક્રાઈમને ડામવા માટે હવે તજજ્ઞોની ભારે જહેમત જોવા મળી રહી છે. આને જ એથિકલ હેકિંગ કહેવાય છે. જે કમ્પ્યુટર અને સાયબર વિશ્વને સુરક્ષા પ્રદાન કરવા માટે કામ કરે છે. એથિકલ હેકરનું મુખ્ય કામ કંપનીની કોમ્પ્યુટર સિસ્ટમની સુરક્ષા તપાસવાનું છે, જેથી તે કંપનીના ડેટાને હેક કે ચોરી થવાથી બચાવી શકે.આ ક્ષેત્રમાં ઘણી વખત તમારે લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે અથવા તમારે જરૂર પડ્યે તમારી સેવાઓ પણ આપવી પડે છે. તેથી જો તમે એથિકલ હેકર બનવા માગતા હોવ તો તમારે એક કૉલ પર કામ કરવા માટે તૈયાર રહેવું પડશે.

જરૂરી સ્કિલ્સઃ એથિકલ હેકર બનવું હોય તો તમારી પાસે કોટલીક કુશળતા હોવી જરૂરી છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું ઉંડાણપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ. આ સાથે, તમારે આ ક્ષેત્રની ટેક્નોલોજીના દરેક અપડેટથી પણ વાકેફ રહેવું પડશે. આ સિવાય ટેકનિકલ જ્ઞાનની સાથે તમારી વિચારવાની રીત પણ જબરદસ્ત હોવી જોઈએ, જેમ ચોરને પકડવા માટે ચોરની જેમ વિચારવું પડે છે, તેવી જ રીતે સાયબરની દુનિયામાં એથિકલ હેકરે ગુનેગારની જેમ વિચારવું પડે છે. તો જ તે નવા યુગમાં થઈ રહેલા સાયબર ક્રાઈમને સમજી શકશે અને તેને અટકાવી શકશે.

એથિકલ હેકિંગના કોર્સ અંગે જાણો
એથિકલ હેકિંગના ક્ષેત્રમાં કરિયર બનાવવા માગો છો તો ગ્રેજ્યુએશન પછી તમે એથિકલ હેકિંગ કોર્સ કરી શકો છો. કેટલીક જગ્યાએ આ કોર્સ 12 પછી પણ કરી શકાય છે. આ ક્ષેત્રમાં પ્રવેશ લેવા માટે, તમને કમ્પ્યુટર પ્રોગ્રામિંગનું સારું જ્ઞાન હોવું જોઈએ. આ શૈક્ષણિક લાયકાત ઉપરાંત, તમારે વિન્ડોઝ અથવા લિનક્સ જેવા કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા ઓપરેટિંગ સિસ્ટમ અને પ્રોગ્રામિંગ લેન્ગવેજ વિશે જરૂરી જ્ઞાન હોવું જોઈએ.

એડવાન્સ ડિપ્લોમા ઇન એથિકલ હેકિંગ
સાયબર લોમાં સર્ટિફિકેટ કોર્સ
એસએસસી સાયબર ફોરેન્સિક્સ એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી
CCNA સર્ટિફિકેશન
કરિયર સ્કોપ
ડિજિટલ અને સાયબર ફોરેન્સિક્સમાં પીજી ડિપ્લોમા
સર્ટિફાઇડ એથિકલ હેકર
સર્ટિફાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ સિક્યોરિટી પ્રોફેશનલ
એસએસસી સાયબર ફોરેન્સિક્સ એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી
ડિજિટલ અને સાયબર ફોરેન્સિક્સમાં પીજી ડિપ્લોમા
સાયબર લોમાં પીજી ડિપ્લોમા

કોર્સ કર્યા બાદ ક્યા જોડાઈ શકાય જાણો
એથિકલ હેકર્સ માટે કામની આજના સમયમાં કોઈ કમી નથી અને આવનારા સમયમાં તેમની માગ વધતી રહેશે. કોર્સ કર્યા પછી, તમે સેના, પોલીસ, ગુપ્તચર વિભાગ, ફોરેન્સિક વિભાગ અને અન્ય સરકારી વિભાગોમાં સેવા આપી શકો છો. આજકાલ, સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે એક અલગ સાયબર સેલ છે, ત્યાં હંમેશા લાયક એથિકલ હેકર્સની જરૂર રહે છે. આ ઉપરાંત તમને વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં મોટા પાયે સુરક્ષા પ્રબંધકો, નેટવર્ક સુરક્ષા નિષ્ણાતો અને ફોરેન્સિક સંસ્થાઓમાં કામ કરવાની તક મળે છે. તમે સાયબર સિક્યોરિટી કન્સલ્ટન્ટ તરીકે પણ સારી આવક મેળવી શકો છો.

તમે સારું પેકેજ મેળવી શકો છો
એથિકલ હેકર્સ ક્ષેત્રમાં કોર્સ કરી થોડા અનુભવ બાદ તમે સારું પેકેજ મેળવી શકો છો. શરૂઆતમાં તમે કોઈપણ ખાનગી કંપનીમાં લગભગ 40થી50 હજાર રૂપિયા પ્રતિ મહિનાનો પગાર લઈ શકો છો. આ પછી, જેમ જેમ તમારો અનુભવ વધતો જાય છે તેમ તેમ તમારી આવક પણ લાખોમાં પહોંચી જવાની શક્યતા છે.

ફોરેન્સિક સાયન્સ યુનિ.માં અભ્યાસ કરી શકાય
વિશ્વ કક્ષાની સાયબર સિસ્ટમ જે કોઈ પણ ખૂણેથી થતો સાયબર એટેક શોધી શકે છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ખાસ સાયબર વોલ બનાવવામાં આવી છે જે વિશ્વમાં કોઈ પણ ખૂણે કઈ સિસસ્ટમમાં સાયબર એટેક થઈ રહ્યા છે તે જાણી શકે છે. તેમજ તેની આખી ટીમ તમામ એટેકનું એનાલિસિસ કરે છે. વિશ્વભરમાંથી પોલીસ ઓફિસર ફોરેન્સિક સાયન્સનું નોલેજ મેળવવા માટે ગાંધીનગર આવે છે. ગાંધીનગર FSLમાં અત્યારમાં સુધીમાં એશિયા, આફ્રિકા અને યુરોપિયન દેશોના 180 પોલીસ ઓફિસર અભ્યાસ કરવા માટે આવે છે. આ સિવાય દેશની CERT,ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એથિકલ હેકિંગ,ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી,ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,મદ્રાસ યુનિવર્સિટી,ડોએક કાલિકટ,એસઆરએમ યુનિવર્સિટીમાં પણ એથિકલ હેકિંગ અંગેનો કોર્ષ કરી શકાય છે.

Back to top button