વેઇટલોસ કરવા ઇચ્છો છો? આ વસ્તુઓને હાથ પણ ન લગાડશો


વજન ઘટાડવું કોઇ સરળ કામ નથી. આ માટે તમારે ખુબ મહેનત કરવી પડે છે. પરસેવો વહાવો પડે છે અને સૌથી મોટી વાત એ કે ડાયેટનું ધ્યાન રાખવુ પડે છે. આ બે ચાર દિવસનું કામ નથી. હેલ્ધી રીતે વજન ઘટાડવામાં તમને મહિનાઓ કે વર્ષ જેટલો સમય લાગી જાય છે. મોટાભાગના લોકો વચ્ચે જ હિંમત હારીને આ વસ્તુ છોડી દે છે.
જે લોકોએ મહેનત કરીને વજન ઘટાડ્યુ છે તમે તે લોકોને મળશો ત્યારે જાણી શકશો કે વજન ઘટાડવા દરમિયાન કેટલાય કલાકોની ફિઝિકલ એક્ટિવિટી ઉપરાંત ડાયેટનો પણ મહત્ત્વનો રોલ છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે પરસેવો તો વહાવે છે, પરંતુ ડાયેટ પર ધ્યાન આપતા નથી. જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છતા હો તો કેલરી ફુડથી દુર રહો, કેમકે તેમાં કોઇ પોષક તત્વો હોતા નથી, તે માત્ર વજન વધારવાનું જ કામ કરે છે.
ફ્રેંચ ફ્રાઇઝ
બાળકો હોય કે મોટા ફ્રેન્ચ ફ્રાઇઝ લગભગ દરેકને ભાવે છે. વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ તેને અડવુ પણ ન જોઇએ. તેમાં તોઇ ફાઇબર હોતા નથી અને મીઠાની માત્રા વધુ હોય છે. બટાકા જે ખુદ વજન વધારનાર છે તેને તેલમાં તળવામાં આવે છે, તેનાથી તમારા શરીરમાં કેલરીની માત્રા વધે છે.
સોફ્ટ એન્ડ એનર્જી ડ્રિંક
સોફ્ટ ડ્રિંકમાં શુગરની માત્રા વધુ હોય છે. તેમાં કોઇ પણ પ્રકારના પોષકતત્વો હોતા નથી. કેલરી ભરેલા આ પ્રકારના ડ્રિંક્સ તમારા બ્લડ શુગરને વધારે છે. આ ઉપરાંત આ કેલરી ડ્રિંક્સ તમારી ભુખને ઘટાડતા નથી. તમારુ મગજ પણ તમને સંકેત આપે છે કે તમારે જમવાની જરૂર છે.
બેકરી આઇટમ
તમામ ચોકોલેટ, જામ સ્ટફ્ડ બિસ્કિટ, ક્રીમી અને પાવડર શુગર કોટેડ કુકીઝ, પેસ્ટ્રી, ડોનેટ્સ અને કેકમાં ખાંડ, મેંદો અને મીઠાની માત્રા વધુ હોય છે. આ બધી વસ્તુઓ તમારા વજનને વધારી શકે છે. વીકમાં એક વખત પણ તેનું સેવન હાનિકારક છે.
આલ્કોહોલ
આલ્કોહોલમાં કેલરીની માત્રા વધુ હોય છે. તે ભુખને વધારે છે. એક ગ્રામ દારૂમાં લગભગ સાત કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં કોઇ પોષણ મુલ્ય હોતુ નથી. સૌથી મોટુ નુકશાન આલ્કોહોલને ડિટોક્સ કરવા માટે તમારુ શરીર ચયાપચય બંધ કરી દે છે.
આ પણ વાંચોઃ હાથમાં પૈસા રહેતા નથી? ક્યાંક આ સમસ્યાઓ તો નથી ને?