ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થવું છે? તો ઘરેલુ ઉપાય લાગશે કામ
- શિયાળાની ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થવા ઈચ્છતા હો તો તમે કેટલાક ઉપાયો અજમાવી શકો છો, તેનું ફળ 100 ટકા મળશે, પરંતુ તે પ્રયાસો ચાલુ રાખવા પડશે
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે. શિયાળામાં ભૂખ વધુ લાગે છે, લોકો વધુ જમવા લાગે છે અને ઠંડીના કારણે ચાલવા જવાનું પણ મન થતું નથી. પેટની ચરબી કોઈપણ વ્યક્તિ માટે સમસ્યા બની શકે છે. પેટની ચરબી ઘટાડવા માટે લોકો ઘણી રીતો અજમાવતા હોય છે. અનેક પ્રકારની કસરતોની મદદ લેતા હોય છે. જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો, તો યોગ્ય જીવનશૈલી અને કસરતની સાથે કેટલાક ઘરેલું ઉપાય અજમાવો. તેમની મદદથી આ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે.
પેટની ચરબી ઘટાડવા માટે કુદરતી પદ્ધતિઓ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તે શરીર પર કોઈ આડઅસર કરતી નથી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ ખાંડ પેટની વધુ ચરબી વધવા માટે જવાબદાર છે. આહારમાં વધુ શાકભાજી, આખા અનાજ, કઠોળ વગેરેનો સમાવેશ કરીને વજન ઘટાડી શકાય છે.
વજન ઘટાડવા માટે ઘરગથ્થુ ઉપચાર
ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે મેટાબોલિઝમને વેગ આપે છે અને ફેટ બર્નિંગને પ્રોત્સાહિત કરે છે. તમે દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પી શકો છો.
આદુ અને મધ
આદુમાં એન્ટિ ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. મધ તેનો સ્વાદ વધારવાનું કામ કરે છે. તમે એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને પી શકો છો.
લીંબુ પાણી
લીંબુમાં વિટામિન સી હોય છે જે મેટાબોલિઝમ વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તમે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચોવીને પી શકો છો.
દહીં
દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે રોજ દહીંનું સેવન કરી શકો છો.
તુલસીનું પાણી
તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીના પાનને ઉકાળીને તેનું પાણી પી શકો છો.
આ સિવાય પેટની ચરબી ઘટાડવાની ટિપ્સ
સંતુલિત આહાર
ફળો, શાકભાજી, આખા અનાજ જેવા ફાઈબરયુક્ત ખોરાક લો.
પ્રોટીનનું સેવન
પ્રોટીન તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે અને સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે.
શારીરિક પ્રવૃત્તિ
નિયમિત વ્યાયામ કરો, જેમ કે ચાલવું, દોડવું, યોગ.
પૂરતી ઊંઘ
વજન ઘટાડવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
તણાવ ઓછો કરો
તણાવથી હોર્મોન્સ વધે છે જેના કારણે વજન વધી શકે છે.
આ પણ વાંચોઃ આ આઠ સંકેતો દેખાય તો સમજી લો તમે સ્ટ્રેસમાં છો, આ રીતે કાબૂ કરો તણાવ
આ પણ વાંચોઃ શું તમે પણ સવાર સવારમાં કડક ચા પીવાનો શોખ ધરાવો છો? તો થઈ જાવ સાવધાન