ટ્રેન્ડિંગનેશનલમનોરંજનલાઈફસ્ટાઈલ

પ્રેગ્નેન્સીમાં દિવા જેવા દેખાવા માંગો છો? દીપિકા પાદુકોણને બનાવો સ્ટાઇલ ગુરુ

  • દીપિકા પાદુકોણ સ્ટાઇલિશ મેટરનિટી લુક સાથે પોતાની પ્રેગ્નેન્સી જર્ની એન્જોય કરી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 6 જુલાઇ: દરેક સ્ત્રીના જીવનમાં ગર્ભાવસ્થા એ એક સુંદર તબક્કો છે. આ સમયગાળા દરમિયાન, સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ખાસ કરીને, સૌથી મોટો ફેરફાર તેના શરીરના આકારમાં થાય છે. આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન મહિલાઓ તેમના કપડાને લઈને મૂંઝવણની સ્થિતિમાં મુકાઇ છે. તેઓ વારંવાર વિચારે છે કે, એવું શું પહેરવું કે જે તેમને સારું લાગે અને આરામદાયક પણ હોય. જો તમે પણ પ્રેગ્નન્ટ છો તો તમારી પ્રેગ્નન્સીને દીપિકા પાદુકોણની જેમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ બનાવો. દીપિકા પાદુકોણ પણ હાલના દિવસોમાં આ ફેઝમાં છે અને તેણી પોતાની પ્રેગ્નેન્સી જર્ની એન્જોય કરી રહી છે. આ પ્રેગ્નન્સી જર્નીમાં સૌથી સુંદર વસ્તુ જે ઉભરી આવી છે તે છે તેણીનો સ્ટાઇલિશ મેટરનિટી લુક.

દીપિકા પાદુકોણ સફેદ મોટો શર્ટ પહેરીને વોટ કરવા જતી હોય કે પછી અનંત અંબાણીના સંગીતમાં સાડી પહેરીને… તે તેના તમામ લુક સાથે ચર્ચામાં રહે છે. તેથી, જો તમે પણ તમારા પ્રેગ્નેન્સી લુક માટે સ્ટાઇલ ગુરુ શોધી રહ્યા છો, તો તમે ચોક્કસપણે દીપકા પાદુકોણને પોતાના સ્ટાઈલીસ ગુરુ બનાવી શકો છો.

1. મોટા કદનો સફેદ શર્ટ:

લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે, દીપિકાને લૂઝ ફુલ-સ્લીવ્ડ ઓવરસાઈઝ સફેદ શર્ટ અને ડેનિમ પહેરેલી જોવા મળી હતી, તમે આને પણ અજમાવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

2. લવંડર સાડી:

અનંત અંબાણીના સંગીતમાં દીપિકા પાદુકોણ લવંડર રંગની સાડીમાં જોવા મળી હતી. જેનો ક્યૂટ બેબી બમ્પ આ સાડીમાં તેના દેખાવને વધુ ક્યૂટ બનાવી રહ્યો હતો

3. ફ્લોરલ કુર્તી:

દીપિકાએ તેની માતા સાથે ડિનર ડેટ માટે ફ્લોય ફ્લોરલ શોર્ટ કુર્તી પહેરી હતી અને દીપિકા આ ​​લુકમાં એકદમ ફ્રેશ લાગી રહી હતી. આ એક એવો દેખાવ છે જે આરામદાયક અને સ્ટાઇલિશ બંને છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

4. પીળો સુતરાઉ મીડી ડ્રેસ

દીપિકાની સ્કિનકેર બ્રાન્ડના સ્ટોર લોન્ચ ઇવેન્ટ માટે, દીપિકાએ પીળા એમ્પાયર-કટ કોટન મિડી ડ્રેસ પહેર્યો હતો. આ લુકમાં પ્રેગ્નન્ટ દીપિકાની સુંદરતા દેખાઈ રહી છે.

5. ફીટ અને ફેબ

દીપિકાએ પોતાની ફિલ્મ કલ્કીના પ્રમોશન દરમિયાન બ્લેક ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

આ પણ જુઓ: અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિન બીબરનો કમાલ: 14 વર્ષ જુના ગીત પર મહેમાનો ઝૂમ્યા, જુઓ વીડિયો

Back to top button