શિયાળામાં સ્કિનને હેલ્ધી રાખવા ઈચ્છો છો? તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ ફળો

- ઠંડીની સીઝનમાં સ્કીન ડલ પડી જતી હોય છે અને એવું લાગે કે જાણે ચહેરા પરનું નુર ઉડી ગયું છે. જો તમે શિયાળામાં સ્કિનને હેલ્ધી રાખવા ઈચ્છતા હો તો આ ફળોનું સેવન કરો
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળામાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે કેટલાક ફળોનું નિયમિત સેવન ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવામાં અને તેને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આ ફળોના સેવનથી માત્ર ત્વચાને જ નહીં પરંતુ સમગ્ર હેલ્થને પણ ફાયદો થાય છે.
શિયાળામાં ત્વચા ડ્રાય અને નિસ્તેજ બની જાય છે, પરંતુ કેટલાક ખાસ ફળ ખાઈને તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો. તે તમારી સુંદરતામાં પણ વધારો કરે છે. ચાલો જાણીએ એ ફળો વિશે.
શિયાળામાં તમારા આહારમાં 5 ફળોનો સમાવેશ કરો
નારંગી
કેમ છે ફાયદાકારકઃ
નારંગી વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. વિટામિન સી કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે, જે ત્વચાને મજબૂત બનાવે છે. નારંગીનું સેવન એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ફાયદાઃ
ત્વચાને ચમકદાર બનાવે છે, કરચલીઓ ઓછી કરે છે, ત્વચાને હાઇડ્રેટ રાખે છે
જામફળ
શા માટે છે ફાયદાકારકઃ
જામફળમાં વિટામિન સીની સાથે વિટામિન એ પણ હોય છે, જે ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે. ફાઈબરથી ભરપૂર જામફળ ત્વચા તેમજ ઓરલ હેલ્થ અને પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે.
ફાયદા:
ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે, ખીલ ઘટાડે છે, ત્વચાને ટાઈટ બનાવે છે.
પપૈયા
કેમ છે ફાયદાકારકઃ
પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ત્વચાને નરમ બનાવે છે. જેના કારણે ત્વચામાં નવો ગ્લો દેખાવા લાગે છે. પેટ સંબંધિત રોગોમાં પણ પપૈયું ખૂબ જ ફાયદાકારક છે.
ફાયદા:
ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે, ડાઘ ઘટાડે છે, ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે
દાડમ
કેમ છે ફાયદાકારકઃ
દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને નુકસાનથી બચાવે છે. તેનું સેવન ચહેરા પર નવી ચમક લાવવામાં મદદ કરે છે. દાડમ ખાવાથી ચહેરા પરનો તણાવ પણ ઓછો થાય છે. દાડમ લોહી વધારવાનું પણ કામ કરે છે.
ફાયદા:
ત્વચાને ચમકદાર બનાવે છે. ત્વચાને ટોન કરે છે અને ત્વચાને બળતરાથી બચાવે છે
કેળા
કેમ છે ફાયદાકારકઃ
કેળામાં પોટેશિયમ અને વિટામિન સી હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખે છે. તેને ખાવાથી ત્વચા કોમળ બને છે અને તેની ચમક પણ વધે છે. આ સાથે કેળાને ઊર્જાનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે અને તે હાડકાંને મજબૂત બનાવે છે.
ફાયદા:
ત્વચાને નરમ બનાવે છે, ડાર્ક સર્કલ્સ ઘટાડે છે, ત્વચાને સોજાથી બચાવે છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
આ પણ વાંચોઃ પાર્ટનર સાથે દિવસે દિવસે સંબંધ બગડતો જાય છે? રિલેશન સુધારવા કરો આ કામ
આ પણ વાંચોઃ શિયાળામાં કમર દર્દથી પરેશાન હો તો અજમાવો આ અસરકારક નુસખા