ઠંડીમાં હીટર વગર જ રૂમને ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ
- ઠંડીમાં હીટર વગર જ રૂમ જો ઠંડો રહેતો હોય તો તેના જેવું બેસ્ટ કશું જ નથી, કેમકે એક તો લાઈટબિલની પણ બચત થશે અને હેલ્થને પણ નુકસાન નહિ થાય
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળો શરૂ થતાં જ આપણી જાતને ઠંડીથી બચાવવી એ કોઈ પડકારથી ઓછું નથી. ઘરની બહાર નીકળતાની સાથે જ ઠંડા પવનોથી આપણું શરીર ધ્રૂજવા લાગે છે અને ઘરની અંદરની ઠંડી પણ ખરાબ હાલત કરી દે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરે છે, પરંતુ રૂમ હીટરનો વધુ પડતો ઉપયોગ ન માત્ર વીજળીનું બિલ વધારે છે, પરંતુ તે તમારી હેલ્થને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં કેટલીક સરળ ટિપ્સ જાણો જેની મદદથી તમે હીટર ચલાવ્યા વિના પણ તમારા ઘરને ગરમ રાખી શકો છો.
જ્યૂટના કાપડનો ઉપયોગ
શિયાળામાં તમે ફ્લોરને ગરમ રાખવા માટે જ્યૂટની કોથળીનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના કોથળા કે કોથળીઓ કાર્પેટ અને સાદડીઓ કરતાં સાફ કરવામાં પણ સરળ છે અને તેને ધોવું પણ ઈઝી પડે છે.
કાર્પેટ પાથરો
શિયાળામાં રૂમનો ફ્લોર ખૂબ જ ઠંડો હોય છે. તેના પર ખાલી પગે ઊભા રહેવાથી તમને ઠંડકનો અનુભવ થઈ શકે છે. આવી સ્થિતિમાં ફ્લોર પર કાર્પેટ પાથરી શકો છો. ફ્લોર પર કાર્પેટ પાથરવાથી રૂમ ગરમ રહે છે.
પડદા લગાવો
શિયાળાની ઋતુમાં ઘરમાં ઠંડી હવા ન જાય તે માટે દરવાજા અને બારીઓ પર જાડા પડદા લગાવો અને રૂમને ગરમ રાખો. આમ કરવાથી રૂમની અંદરનું હવામાન મધ્યમ રહેશે.
ગરમ બેડશીટ
શિયાળામાં તમારે કોટનની બેડશીટને બદલે ગરમ બેડશીટનો ઉપયોગ કરવો જોઈએ. આ નુસખાને અનુસરવાથી તમે સૂતી વખતે પણ હૂંફનો અનુભવ કરશો.
વાર્મ લાઈટિંગ
શિયાળામાં રૂમને ગરમ રાખવા માટે વાર્મ લાઈટિંગ એક સારો વિકલ્પ છે. આ માટે તમે હેવી લાઈટ અથવા કેન્ડલ્સનો ઉપયોગ કરી શકો છો, જે રૂમનું તાપમાન વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેજ રોશની પણ રૂમને ગરમ રાખવામાં મદદ કરે છે.
હોટ વોટર બેગ
શિયાળામાં ઘરમાં હોટ વોટર બેગનો ઉપયોગ કરો. તમે તેનો ઉપયોગ તમારા બેડ અથવા સોફાને ગરમ રાખવા માટે પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ Whatsapp પર આવી રહી છે લગ્નની કંકોત્રી? તો ચેતી જજો નહિ તો..
આ પણ વાંચોઃ શું તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ થઈ ગઈ છે ફૂલ? કંઈપણ ડિલીટ કર્યા વિના આ રીતે ખાલી કરો સ્ટોરેજ સ્પેસ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ