ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

100 વર્ષ સુધી મગજને યુવાન રાખવા ઈચ્છો છો? ખાસ ખાવ આ વસ્તુઓ

Text To Speech
  • મગજથી યંગ હોવાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. કેટલાક લોકોને યુવાનીમાં મગજના વૃદ્ધત્વના લક્ષણોનો ભોગ બનવું પડે છે અને કેટલાક 100 વર્ષની ઉંમરે પણ યુવાન મગજ સાથે રહે છે.

વૃદ્ધત્વ એ કુદરતી પ્રક્રિયા છે, જોકે તેનો અર્થ એ નથી કે તમારું મગજ પણ વૃદ્ધત્વનો શિકાર બને. પહેલાના સમયમાં વડીલોના મગન એટલા તેજ હતા કે આજના શક્તિશાળી માણસ પણ તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી. આની પાછળનો આખો ખેલ હેલ્ધી ફુડનો છે, જેને આજકાલ અવગણવામાં આવી રહ્યો છે. જો તમે પણ મગજને યુવાન રાખવા ઈચ્છતા હો તો તમારે પણ આ માર્ગ અપનાવવો પડશે.

મગજના વૃદ્ધત્વના આ છે લક્ષણો

મગજથી યંગ હોવાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. કેટલાક લોકોને યુવાનીમાં મગજના વૃદ્ધત્વના લક્ષણોનો ભોગ બનવું પડે છે અને કેટલાક 100 વર્ષની ઉંમરે પણ યુવાન મગજ સાથે રહે છે. વસ્તુઓ ભૂલી જવી, કંઈક નવું શીખવામાં મુશ્કેલી થવી, કોઈનું નામ ભૂલી જવું, રોજિંદા કાર્યો કરવામાં તકલીફ પડવી વગેરે માનસિક વૃદ્ધાવસ્થાના લક્ષણો છે.

આ વસ્તુઓ ખાવાથી તમે મગજને યુવાન રાખી શકશો

100 વર્ષ સુધી મગજને જવાન રાખવા ઈચ્છો છો? ખાસ ખાવ આ વસ્તુઓ hum dekhenge news

 

અખરોટ

મગજને તેજ રાખવા માટે અખરોટ ખાવી જરૂરી છે. તમે સવારે બે પલાળેલા અખરોટ ખાઈને દિવસની શરૂઆત કરી શકો છો. તેમાં ઓમેગા-3 ફેટ્સ મળે છે. તે બ્રેઈન સેલ્સને હેલ્ધી રાખે છે. તેના કારણે મગજના સિગ્નલ ઝડપથી શરીરના તમામ અંગો સુધી પહોંચે છે.

100 વર્ષ સુધી મગજને જવાન રાખવા ઈચ્છો છો? ખાસ ખાવ આ વસ્તુઓ hum dekhenge news

ડાર્ક ચોકલેટ

જો તમને ગળી વસ્તુ ખાવા પણ મળે અને તેના હેલ્ધી લાભ પણ હોય, તો તેનાથી વધુ સારું શું કહી શકાય. ડાર્ક ચોકોલેટમાં ફ્લેવેનોઈડ્સનો ખજાનો છે, તેમાં ન્યુરોપ્રોટેક્ટિવ પાવર મળી આવે છે. ઉંમર વધવાની સાથે યાદશક્તિ ઘટતી નથી.

100 વર્ષ સુધી મગજને જવાન રાખવા ઈચ્છો છો? ખાસ ખાવ આ વસ્તુઓ hum dekhenge news

પાલક

આ લીલા પાંદડાવાળા શાકની અંદર ફોલેટ હોય છે, તે ન્યુરોટ્રાન્સમીટર સિંથેસિસમાં મદદ કરે છે. તેનું કામ યાદશક્તિ, શીખવાની ક્ષમતા, ઉંઘ અને મુડને બુસ્ટ કરવાનું હોય છે. પાલક મગજના આરોગ્ય માટે ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ લો હવે નકલી કુરિયર કૌભાંડ પણ થાય છે! કેવી રીતે બચશો?

Back to top button