હાડકાં અને સાંધા મજબૂત રાખવા ઈચ્છો છો? તો અપનાવો આ ઉપાય
- હાડકાં અને સાંધા મજબૂત રાખવા ઈચ્છતા હો તો જીવનશૈલીને લગતી ખરાબ આદતો છોડવી પડશે, કસરત કરવી પડશે અને કેટલીક બાબતોને રૂટિનમાં સામેલ કરવી પડશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યારે વ્યક્તિની સંપૂર્ણ હેલ્થની વાત આવે છે ત્યારે હાડકાં અને સાંધા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ હાડકાં ઘનતા ગુમાવે છે અને નબળા પડી જાય છે, જેનાથી ઓસ્ટિયોપોરોસીસનું જોખમ વધે છે. તેથી, તે વ્યક્તિની ગતિ અને ગતિશીલતાને અસર કરી શકે છે. આ સિવાય બેઠાડુ જીવનશૈલી જેમાં ખાવાની ખરાબ આદતો અને કસરતનો અભાવ પણ વ્યક્તિના હાડકાં અને સાંધાઓને અસર કરી શકે છે. સંધિવાથી સાંધામાં દુખાવો, સોજો અને બળતરા થઈ શકે છે. તમે કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો ચોક્કસપણે તમારા હાડકા મજબૂત રહી શકશે.
કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર લો
હાડકાંને મજબૂત રાખવા માટે તમે લીલા પાંદડાવાળા શાકભાજી, ડેરી ઉત્પાદનો અને દૂધમાંથી કેલ્શિયમ મેળવી શકો છો. ઈંડા, મશરૂમ અને ફોર્ટિફાઈડ ખોરાક જેવા કે દૂધ અને અનાજ વિટામિન ડીથી સમૃદ્ધ છે. જે હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જો જરૂરી હોય તો, ડૉક્ટર તમને કેલ્શિયમ અને વિટામિન ડીના સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ પણ આપશે. ઉપરાંત, તમારા પોષણની સ્થિતિ અને એકંદર આરોગ્ય જાણવા માટે નિયમિતપણે કેલ્શિયમ અને વિટામિન ડી પરીક્ષણો કરાવો.
દરરોજ વ્યાયામ કરો
નિયમિત કસરત હાડકાં અને સાંધાઓને મજબૂત કરવામાં મદદ કરશે. યાદ રાખો, ચાલવું, દોડવું અને સીડીઓ ચડવી અથવા સ્ટ્રેન્થ ટ્રેઈનિંગ જેવી પ્રવૃત્તિઓ ઑસ્ટિયોપોરોસિસની શક્યતા ઘટાડી શકે છે અને સંધિવાનો દુખાવો ઘટાડવામાં પણ મદદ કરશે. સ્ટ્રેચિંગ અને બેલેન્સિંગ એક્સરસાઇઝ ફ્લેક્સિબીલીટી અને ચપળતામાં સુધારો કરવામાં મદદ કરશે અને પડવાથી બચાવવામાં મદદ કરશે. સાંધાના દુખાવાને ઓછો કરવા માટે સ્વિમિંગ અને સાઈકલિંગ પણ સારું છે. ફિટનેસ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ કસરત કરવી અને કોઈપણ સખત પ્રવૃત્તિ કરવાનું ટાળવું એ સમયની જરૂરિયાત છે.
બેસતી વખતે યોગ્ય વજન અને પોશ્ચરની ખાતરી કરો
વધારે વજન અથવા મેદસ્વી હોવાને કારણે સાંધા પર દબાણ આવે છે. સ્થૂળતા સાંધામાં રહેલા કાર્ટિલેજને નબળા બનાવે છે. પૌષ્ટિક આહાર ખાઈને અને દરરોજ કસરત કરીને સ્વસ્થ વજન જાળવી રાખવું શ્રેષ્ઠ છે. ઉપરાંત, બેસતી વખતે યોગ્ય મુદ્રા જાળવી રાખો અને વધુ પડતું નમવાનું ટાળો, તેનાથી પીઠ અને ગરદનનો દુખાવો થઈ શકે. કામ દરમિયાન લાંબા સમય સુધી બેસી ન રહો અને સમયાંતરે સ્ટ્રેચિંગ અથવા વૉકિંગ કરતા રહો.
હાઈડ્રેશન મહત્ત્વપૂર્ણ
પૂરતું પાણી પીવાથી સાંધામાં કાર્ટિલેજ લુબ્રિકેટ થશે અને તેના કારણે દુખાવો અટકશે.
ધૂમ્રપાન અને દારૂ પીવાનું છોડો
આ આદતોથી ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રૂમેટિએડ આર્થરાઈટિસ બંને થવાનું જોખમ વધે છે અને સાંધામાં દુખાવો થાય છે. ધૂમ્રપાન કરવાથી શરીરમાં સોજો અને કાર્ટિલેજને નુકશાન થાય છે. જો તમે હાડકા સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો ધૂમ્રપાન અને દારૂ પીવાનું છોડી દેવું જોઈએ.
આ પણ વાંચોઃ હેલ્થ કોન્શ્યિસ છો? તો આ સ્ટ્રીટ ફૂડ ન ખાશો, સૌથી અનહેલ્ધી ઓપ્શન