વારંવાર ચાર્જિગ કરવાથી જોઇએ છે છૂટકારો? તો Vivo લાવી રહ્યું છે સૌથી મોટી બેટરીવાળો 5G ફોન

નવી દિલ્હી, 26 માર્ચ; 2025: આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. વધારે ઉપયોગના પગલે મોબાઈલની બેટરી જલદી ઉતરી જાય છે. સ્માર્ટફોન યુઝર્સ માટે તેમના ફોન ચાર્જ કરવા એ એક મુશ્કેલ કાર્ય છે. ત્યારે હવે Vivo ટૂંક સમયમાં ભારતમાં 7,300mAh બેટરીવાળા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ સ્માર્ટફોન આવતા મહિને એટલે કે એપ્રિલમાં લોન્ચ થઈ શકે છે. વિવોએ આ સ્માર્ટફોનને ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે આ ફોન સૌથી મોટી બેટરી સાથે બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ Vivo ફોન ગયા વર્ષે બજેટ મિડ-રેન્જમાં લોન્ચ થયેલા Vivo T3 5G સ્માર્ટફોનનો અનુગામી હશે.
વિવો ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, જે મોટી બેટરી સાથે આવશે. આ ફોનમાં અત્યાર સુધીના કોઈપણ Vivo ફોન કરતાં મોટી બેટરી હશે. આ ફોનમાં 50MP મુખ્ય કેમેરા અને 32MP સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. Vivo T3 5G કંપની દ્વારા ગયા વર્ષે માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે માહિતી મળી રહી છે કે આ Vivo ફોન એપ્રિલ 2025 માં Vivo T4 5G તરીકે લોન્ચ થઈ શકે છે.
જાણો કેટલી હશે કિંમત ?
કંપનીનો નવો ફોન 25 હજાર રૂપિયા સુધીના બજેટમાં આવી શકે છે. તેમાં Snapdragon 7s Gen 3 પ્રોસેસર આપવામાં આવશે. આ ઉપરાંત, સ્માર્ટફોનમાં 7300mAh બેટરી આપી શકાય છે. આ વિવોનો અત્યાર સુધીનો સૌથી મોટી બેટરીવાળો ફોન હશે. કંપની આ સ્માર્ટફોનને 20 હજાર રૂપિયાથી 25 હજાર રૂપિયાના બજેટમાં લોન્ચ કરી શકે છે. આ ફોન 8GB RAM + 128GB સ્ટોરેજ, 8GB RAM + 256GB સ્ટોરેજ અને 12GB RAM + 256GB સ્ટોરેજ વિકલ્પોમાં આવી શકે છે. આ વેરિઅન્ટ્સની કિંમત અનુક્રમે 19,999 રૂપિયા અને 21,999 રૂપિયા હોઈ શકે છે.
જાણો ફીચર્સ વિશે?
ટીઝર પેજ બતાવે છે કે Vivo T4 5G સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન પ્રોસેસર હશે. હાલમાં, ચિપસેટનું પૂરું નામ જાહેર કરવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, આ ફોન સ્નેપડ્રેગન 7s Gen 3 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. આ પહેલા કંપનીએ Vivo T3 5G માં MediaTek નું Dimensity 7200 ચિપસેટ આપ્યું છે. વીવોના આગામી ફોનની ટીઝ કરતી વખતે, કંપનીએ ટર્બો ડિસ્પ્લે પણ લખ્યું છે. ફોનમાં સેન્ટર પંચ હોલ કટઆઉટ હશે, જેમાં સેલ્ફી કેમેરા મળશે. આ Vivo ફોનમાં 6.67-ઇંચ FHD+ AMOLED પેનલ ડિસ્પ્લે હોઈ શકે છે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આ Vivo ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે. આ ફોનનો પાછળનો કેમેરા 50MP+2MPનો હોઈ શકે છે, અને આગળનો કેમેરા 32MPનો હોઈ શકે છે. આ સાથે, આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત ફનટચ ઓએસ 15 પર ચાલશે.
આ પણ વાંચો….સોનાના ભાવમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો: ખરીદવું હોય તો જલ્દી કરો