ફેટી લિવરથી છુટકારો મેળવવો છે? આ ઉપાયો અજમાવો
આજકાલ કેટલાય લોકો ફેટી લિવરની સમસ્યાનો સામનો કરતા હોય છે. ફેટી લિવરની બિમારી થાય ત્યારે લિવરમાં વધુ માત્રામાં ફેટ જમા થવા લાગે છે. લિવરમાં ફેટ જામવાવા ઘણા કારણો હોય છે. વધુ માત્રામાં આલ્કોહોલ, કોલ્ડ્રીંક્સનુ સેવન કરવાથી, અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે પણ ફેટી લિવરની બિમારી થઇ શકે છે. શરૂઆતમાં તેના લક્ષણો ઓળખી શકાતા નથી, પરંતુ થાક લાગે છે. વજન ઘટવા લાગે છે, તો કોઇકને લિવર આસપાસ ચરબી જામવાથી પેટ વધુ દેખાય છે. પેટમાં દુખાવો થાય છે.
જો તમે આ બિમારીનો યોગ્ય સમયે ઇલાજ નહીં કરાવો તો ડાયાબિટીસ ,હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જશે.જો તમે ફેટી લિવરની બિમારી સામે ઝઝુમી રહ્યા હો તો કેટલાક ઉપાયોથી તેનાથી છુટકારો મેળવી શકો છો.
ઉપવાસ
સંશોધકોનું કહેવુ છે કે નોન આલ્કોહોલિક ફેટી લિવરની બિમારી થાય ત્યારે તમારે વીકમાં બેથી ત્રણ દિવસ ઉપવાસની સાથે રોજ એક્સર્સાઇઝ પણ કરવી પડશે. જો નોન આલ્કોહોલિક પેશન્ટ હોય તો વીકમાં પાંચ દિવસની એક્સર્સાઇઝ અને ત્રણ દિવસના ઉપવાસથી આ સમસ્યાથી મુક્ત થઇ શકાય છે.
ઇન્ટેન્સ એરોબિક્સ
દર અઠવાડિયે એક વાર 150 મિનિટ ઇન્ટેન્સ એરોબિક્સ કરવાથી ફેટી લિવરની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. આ અભ્યાસ અમેરિકન જનરલ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં પ્રકાશિત થયો છે.
મેડિટેરેનિયન ડાયેટ
મેડિટેરેનિયન ડાયેટ ફોલો કરવાથી ફેટી લિવરની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ એક પ્લાન્ટ બેઝ્ડ ડાયેટ હોય છે. તેમાં ડાયેટ દરમિયાન ફળો અને શાકભાજી પર ફોકસ કરવામાં આવે છે. આ ડાયેટમાં અલગ અલગ પ્રકારના ફળ, શાકભાજી, અનાજ, નટ્સ અને સીડ્સને સામેલ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ‘Four More Shots’ ફેમ માનવી ગગરૂ લગ્નના બંધનમાં બંધાઈ, તસવીરો આવી સામે