બાળકોને મોબાઈલની લત છોડાવવી છે? તો ફોલો કરો આ ટિપ્સ
- પેરેન્ટ્સ જ્યારે બાળકો માટે સમય નથી કાઢી શકતા ત્યારે તેમને વ્યસ્ત રાખવા માટે બાળપણથી જ તેમના હાથમાં મોબાઈલ આપી દે છે. બાળકોમાં વધતી જતી મોબાઈલની લત ફક્ત તેમની માનસિક નહીં, પરંતુ શારિરીક હેલ્થ માટે પણ ખતરનાક છે.
આજકાલ મોટાભાગના પેરેન્ટ્સ બાળકોમાં મોબાઈલની લતને લઈને ખુબ પરેશાન રહે છે. જોકે આ માટે ક્યાંકને ક્યાંક માતા પિતા જ જવાબદાર હોય છે. જ્યારે પેરેન્ટ્સ બાળકો માટે સમય નથી કાઢી શકતા ત્યારે બાળકોને વ્યસ્ત રાખવા માટે બાળપણથી જ તેમના હાથમાં મોબાઈલ આપી દે છે. બાળકોમાં વધતી જતી મોબાઈલની લત ફક્ત તેમની માનસિક નહીં, પરંતુ શારિરીક હેલ્થ માટે પણ ખતરનાક છે. બાળકોમાં વધતી મોબાઈલની ટેવને જોતા પેરેન્ટ્સ બાળકોના હાથમાંથી મોબાઈલ છીનવી લે છે તો બાળકો રડવા લાગે છે અને ક્યારેક ગુસ્સે થઈ જાય છે. નાના હોય તો ધમપછાડા પણ કરવા લાગે છે. જો તમારા બાળકોની હાલત પણ આવી જ હોય તો તેમની મોબાઈલની લત છોડાવવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરો.
આઉટડોર ગેમ્સ
મોબાઈલની વધતી લતને કારણે તેઓ બહાર પાર્કમાં મિત્રો સાથે રમવા જતા નથી. આ હાલત મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. મોબાઈલ પર ગેમ્સ રમવા દરમિયાન બાળકો ન તો સમયસર સુવે છે, ન તો જમે છે. એટલું જ નહિ અભ્યાસમાં પણ તેમનું મન લાગતુ નથી. મોબાઈલ પર લાંબા સમય સુધી રમવાથી ઊંઘ પણ પુરી થતી નથી. આંખો પણ નબળી પડે છે. મોબાઈલના લીધે બાળકોને થતા નુકશાનને જોતા તમે તેમને આઉટડોર ગેમ્સ અને એક્ટિવીટીમાં બીઝી રાખવાની કોશિશ કરો. બાળકો સાથે ગાર્ડનિંગ, સાઈકલ ચલાવવી, ક્રિકેટ, બેડમિંટન જેવી ગેમ રમો.
ફેમિલી ટાઈમ
મોટાભાગના વર્કિંગ પેરેન્ટ્સ પાસે બાળકો સાથે વિતાવવા માટે ક્વોલિટી ટાઈમ હોતો નથી. તો આવા સમયે તમે કોશિશ કરો કે વીકેન્ડ્સ પર તમે તમારા બાળકોને પુરો સમય આપી શકો. બાળકો સાથે ક્વોલિટી સમય સ્પેન્ડ કરવા માટે ગેમ રમો અને તેને કોઈ એક્ટિવીટીમાં બીઝી રાખો.
બાળકોને ટાસ્ક આપો
વર્કિંગ પેરેન્ટ્સ પોતાના બાળકોને મોબાઈલથી દુર રાખવા માટે અઠવાડિયાનું એક ટાસ્ક ટેબલ બનાવીને આપી દે. બાળકો તે ટાસ્કને પૂર્ણ કરવામાં બિઝી રહેશે. જેના કારણે તેનું ધ્યાન મોબાઈલ પરથી હટી જશે. જો તમે બાળકોને લડીને મોબાઈલથી દૂર રાખશો તો તે ચીડાઈ જશે.
આ પણ વાંચોઃ જો તમે સવારનો નાસ્તો નથી કરતાં અને બપોરનું ભોજન પણ મોડું કરો છો, તો આ આદત બદલજો…