

જો આપ આ દિવાળીમાં ઘરે આવનાર મહેમાનોની પ્રશંસા મેળવવા માટે કંઈક અલગ અને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે કેળામાંથી બનેલી આ સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય કરી શકો છો. દિવાળી એ રોશનીનો તહેવાર છે પરંતુ વિવિધ વાનગીઓ વિના તે અધૂરો છે. દિવાળી પર એકબીજાને મીઠાઈ ખવડાવવાનો રિવાજ છે, પરંતુ ઘરે આવતા મહેમાનોને માત્ર મીઠાઈ જ નહીં પરંતુ અન્ય વાનગીઓ પણ પીરસવામાં આવે છે. જો તમે મહેમાનોનું સ્વાદિષ્ટ ડિશથી સ્વાગત કરવા માંગતા હો તો આ ટેસ્ટી કેળાના માલપુઆની રેસિપી ટ્રાય કરો.
સામગ્રી : પાકેલા કેળા, લોટ (ઘઊંનો), સોજી, ખાંડ, કેસર, એલચી, દૂધ, વરીયાળી, ઘી અથવા શુદ્ધ તેલ.
બનાવવાની રીત : કેળાના માલપુઆ બનાવવા માટે પહેલા કેળાને સારી રીતે મેશ કરી લો. તેમાં દૂધ, સોજી અને લોટ ઉમેરો. હવે એલચીને પીસીને મિક્સ કરો. હવે તેમાં વરિયાળી, કેસર અને ખાંડ ઉમેરો. આ બધાને એકસાથે સારી રીતે મિક્સ કરી લો અને ઓછામાં ઓછા અઢી કલાક સુધી રહેવા દો. હવે એક પેનમાં ઘી અથવા રિફાઈન્ડ તેલ નાખો. હવે આ લિકવિડને તવા પર રાઉન્ડ શેપમાં પાથરો. ગેસની ફેલમ ધીમી રાખો. માલુપુઆ પાકી જાય ત્યાં સુધી શેકો. પલટાવીને ફરી તેના પર ઘી અથવા તેલ લગાવો. તૈયાર છે ગરમાગરમ માલપુઆ.