ટ્રેન્ડિંગનેશનલફૂડવિશેષવીડિયો સ્ટોરી

પાણીપુરી ખાવી છે? તો પૈસા નહીં અનાજ આપો, આ છે અહીંનો નિયમ, જુઓ વીડિયો

Text To Speech

HD ન્યૂઝ, 27 મે: એક ગામમાં હજુ પણ બાર્ટર સિસ્ટમ (વિનિમય પદ્ધતિ) છે. ખાસ કરીને પાણીપુરી માટે. હા, આ વાત સાચી છે, આ ગામમાં પાણીપુરી માટે પૈસા આપવાના નથી, પરંતુ અનાજ આપવું પડે છે.

તમે બાળપણમાં તમારા સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકોમાં બાર્ટર સિસ્ટમ (વિનિમય પદ્ધતિ અર્થાત વસ્તુના બદલામાં નાણા નહીં પણ અન્ય વસ્તુ આપવી) વિશે વાંચ્યું હશે, જેમણે સામાજીક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હશે તેઓને બાર્ટર સિસ્ટમ વિશે જાણતા હશે. જેનો અર્થ છે કે વસ્તુની આપ-લે કરવી, પરંતુ જ્યારથી રૂપિયાનો ઉપયોગ થયો છે, ત્યારથી વસ્તુના બદલામાં વસ્તુ નહીં પરંતુ રૂપિયા આપવામાં-લેવામાં આવે છે. પરંતુ એક ગામમાં હજુ પણ આ વિનિમય પદ્ધતિ અસ્તિત્વમાં છે. ખાસ કરીને પાણીપુરી માટે. આ ગામમાં પાણીપુરી માટે પૈસા આપવા પડતા નથી, પરંતુ અનાજ આપવું પડે છે.

એક ડબ્બો અનાજના બદલે પાણી પુરી

મિડનાઈટ ટ્રાવેલ વિધાઉટ મની નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ રસપ્રદ વીડિયો જોઈ શકાય છે. જોકે, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ તે કોઈ ગામનો છે. તેનો અંદાજ તેના કેપ્શનને જોઈને લગાવી શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં ઘઉંથી ભરેલી થાળી લઈને આગળ વધતો જોવા મળે છે. તે વળાંક પર ઊભેલા પાણીપુરી વેચનારને આ થાળી આપે છે. પાણીપુરી વેચનાર થાળી લે છે અને બધા ઘઉં એક ડબ્બામાં ભરે છે. તે ડબ્બામાં કેટલા ઘઉં ભરાશે, તે નક્કી કરશે કે તેના બદલામાં તેને કેટલી પાણીપુરી ખાવા મળશે. અનાજની એક થાળીના બદલામાં પાણીપૂરી વેચનાર નવ પૂરી આપે છે. અલગ વાસણમાં ચટણી અને પાણી પણ આપે છે.

તાજી થઈ બાળપણની યાદો

કેટલાક યુઝર્સ આ વીડિયોને જોઈને તેમનું બાળપણ યાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અમે પણ અમારા ગામમાં આવું જ કરતાં હતા, જેની જેની પાસે શાકભાજીના ખેતરો હતાં તે અનાજનાં બદલામાં કોઈને શાકભાજી આપતા હતા. એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું, ‘આ પાણીપુરી ઘણી મોંઘી થઈ ગઈ છે. ઘઉંની થાળીના બદલામાં માત્ર નવ પાણીપુરી મળે છે.

આ પણ વાંચો: કુર્તો પહેરીને જર્મન ડાન્સરે કર્યો તાજમહેલ સામે જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ

Back to top button