લાઈફસ્ટાઈલહેલ્થ

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માંગો છો? તો જમવામાં આ વસ્તુઓનું સેવન ઓછું કરો

જો તમે હાઈ બીપીના દર્દી છો તો એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે દરરોજ કેટલું મીઠું ખાવ છો. અમે તમને કેટલાક ઉચ્ચ સોડિયમવાળા ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તમારે મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. આવો જાણીએ.

હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ખૂબ ઓછી માત્રામાં સોડિયમનું સેવન કરવાની ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવે છે. સોડિયમ (મીઠું) એક આવશ્યક ખનિજ છે જે પ્રવાહી સંતુલન, ચેતા કાર્ય અને સ્નાયુ સમૂહ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેને હાઈપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટના મતે કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાવાથી હાઈપરટેન્શનની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓને તમે તમારા આહારમાંથી દૂર રાખો. આવો જાણીએ કઈ વસ્તુઓ તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે તેના વિશે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માંગો છો? તો જમવામાં આ વસ્તુઓનું સેવન ઓછું કરો

લીલા પાંદડાવાળા શાકભાજી: જો કે લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ પાલક, ગાજર અને બીટરૂટ જેવી કેટલીક લીલા શાકભાજીમાં પણ સોડિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે, જે તમારા બ્લડ પ્રેશરના સ્તરને અસર કરી શકે છે. તેથી જો તમારું બ્લડ પ્રેશર સતત હાઈ રહેતું હોય તો આ શાકભાજીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.

ચીઝઃ ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પરંતુ તેમાં સોડિયમ અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. આનો અર્થ એ છે કે વધુ પડતું ચીઝ ખાવાથી તમારું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે.

તૈયાર સૂપ: સ્વાદ વધારવા અને તેને લાંબા સમય સુધી સારી રીતે રાખવા માટે તૈયાર સૂપમાં ઘણું મીઠું ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે તમે તમારા આહારમાં તૈયાર વસ્તુઓને બદલે તાજી વસ્તુઓનો સમાવેશ કરો.

અથાણું અને પ્રોસેસ્ડ મીટ: અથાણાં અને અન્ય આથોવાળા ખાદ્યપદાર્થોમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. તેને લાંબા સમય સુધી સુંદર રાખવા માટે મોટી માત્રામાં મીઠું પણ વપરાય છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓથી પણ અંતર રાખવું ખુબજ જરૂરી છે.

બ્રેડની વસ્તુઓ: લોટ અને મીઠુંનો ઉપયોગ બ્રેડની વસ્તુઓ બનાવવા માટે થાય છે. આવી સ્થિતિમાં, બજારમાંથી બ્રેડ સામાન ખરીદતી વખતે જુઓ કે તેમાં કેટલું સોડિયમ છે.

પેક્ડ ફૂડ: ચિપ્સ, નમકીન અને બિસ્કિટ જેવી પેકેજ્ડ ચીજોમાં મીઠાનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓને બદલે તાજા ફળ ખાવાનો પ્રયાસ કરો.

જો તમે હાઈ બીપીના દર્દી છો તો ઉપરની બાબતોનું તમારે ખુબજ ધ્યાન રાખવું જોઈએ, બને ત્યાં સુધી ખોરાકમાં મીઠાનું પ્રમાણ ધટાડવું જોઈએ તો ક્યારેય બ્લડ પ્રેશરની વધારે તકલીફ પડતી નથી.

આ પણ વાંચો: પાર્ટનરને તમારા પર વિશ્વાસ ઉઠી ગયો હોય તો અપનાવો આ ટિપ્સ, થોડા જ દિવસોમાં ફરી આવશે વિશ્વાસ

Back to top button