ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હંમેશા ખુશ રહેવા ઈચ્છો છો? આ આદતો અપનાવો, હેપ્પી હોર્મોન્સ થશે રીલીઝ

  • તમારી કેટલીક આદતો તમને માનસિક રીતે સશક્ત બનાવશે અને સાથે તમારા શરીરમાં હેપ્પી હોર્મોન્સ પણ રીલીઝ કરશે, જેનાથી તમે તમારા જીવનમાં વધુ ખુશ અને સંતુલિત અનુભવ કરી શકશો

HD ન્યુઝ ડેસ્કઃ ક્યારેક જીવનમાં તણાવ વધી જતો હોય તેવું લાગે છે, તમે જાણો છો ક્યારેક આ સ્ટ્રેસના કારણે વ્યક્તિ હસી પણ શકતી નથી. ખુશ રહેવા કે હસવા તો દરેક વ્યક્તિ ઈચ્છે છે, પરંતુ આ તણાવનું તુત કે ભૂત તમને પરેશાન કરી શકે છે તમે કેટલીક સરળ આદતો અપનાવીને તણાવને તમારાથી દૂર કરી શકો છો. આ આદતો તમને માનસિક રીતે સશક્ત બનાવશે અને સાથે તમારા શરીરમાં હેપ્પી હોર્મોન્સ પણ રીલીઝ કરશે, જેનાથી તમે તમારા જીવનમાં વધુ ખુશ અને સંતુલિત અનુભવ કરી શકશો.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર

હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં એવું પણ તારણ આવ્યું છે કે ખુશ રહેવાથી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે અને આપણને લાંબુ જીવવામાં મદદ મળે છે. માનવ શરીર પોતે જ હેપ્પી હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. ડોપામાઈન હોર્મોન આપણને સારી અને ખુશીની અનુભૂતિ કરાવે છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણું શરીર હેલ્ધી રહે છે.

કેટલીક આદતો જે તમને ખુશી આપશે

કેટલીક એવી આદતો છે જે તમને ખુશ રાખી શકે છે. જાપાની લોકો ખુશ રહેવા માટે કેટલીક આદતો અપનાવે છે. આ આદતો હેપ્પી હોર્મોન્સ રીલીઝ છે અને તમને લાંબા સમય સુધી ખુશ રહેવા માટે પ્રેરિત કરે છે.

હંમેશા ખુશ રહેવા ઈચ્છો છો? આ આદતો અપનાવો, હેપ્પી હોર્મોન થશે રીલીઝ hum dekhenge news

દરેક બાબતમાં પરફેક્શનથી તણાવ વધશે

ઘણા લોકોને દરેક વસ્તુમાં પરફેક્ટ હોવાની આદત હોય છે. આ આદતને તાત્કાલિક છોડી દેવી જોઈએ, કેમકે આવી આદતો તમારું સ્ટ્રેસ લેવલ વધારે છે. જો તમારે ખુશ રહેવું હોય તો તમારી એકાગ્રતા વધારો અને પરફેક્શનના ચક્કરમાં તમારી જાતને પરેશાન ન કરો. જાપાની લોકો જે પણ કામ કરે છે તેમાં ખોવાઈ જાય છે, તેથી તેઓ ખુશ રહી શકે છે.

આ પણ વાંચોઃ હાર્ટ એટેકનાં લક્ષણો શું મહિલાઓમાં પુરુષો કરતાં અલગ હોય છે?

નિયમિત કસરત કરો

નિયમિત કસરત હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમે કસરત કરો છો, ત્યારે તમારું શરીર એન્ડોર્ફિન નામના હોર્મોન્સ છોડે છે, જેને હેપ્પી હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોર્મોન તણાવ ઘટાડે છે અને મનને શાંતિ આપે છે. મોર્નિંગ વોક, યોગ અથવા હળવી કસરતથી શરૂઆત કરો અને તેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.

ધ્યાન અને મેડિટેશનનો અભ્યાસ કરો

માનસિક શાંતિ માટે ધ્યાન અને મેડિટેશન ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા મનને માત્ર શાંત જ નથી કરતું પણ તમને આંતરિક આનંદની અનુભૂતિ કરાવે છે. ધ્યાન દ્વારા તમે તમારા વિચારોને નિયંત્રિત કરી શકો છો અને નકારાત્મકતાથી દૂર રહી શકો છો. વધુમાં, નિયમિત ધ્યાન તમારા શરીરમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા હેપ્પી હોર્મોનનું સ્તર વધારે છે.

હંમેશા ખુશ રહેવા ઈચ્છો છો? આ આદતો અપનાવો, હેપ્પી હોર્મોન થશે રીલીઝ hum dekhenge news

હસતા રહો

માણસે દરેક સારી કે ખરાબ પરિસ્થિતિમાં બસ હસતા રહેવું જોઈએ. જીવનની મુશ્કેલીઓથી ડરશો નહીં, તેના બદલે તેને એક પડકાર સમજો અને દરેક પરિસ્થિતિમાં હસતા રહો. એક ખૂબ પ્રખ્યાત કહેવત એ પણ છે કે પહેલા અનુભવો કે તકલીફ છે, પછી તેને સ્વીકારો અને પછી હસો. જો લોકો આ કહેવત અપનાવશે તો તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખી જશે.

ડાયેટ પણ તમને ખુશ રાખી શકે છે

ખોરાક મર્યાદિત માત્રામાં ખાવાથી તમારું મગજ એલર્ટ રહે છે. જ્યારે તમે પેટ ભરીને ખાતા નથી તો તમારું શરીર અને મન ભારે થતા નથી. આવી સ્થિતિમાં તમારું મગજ હંમેશા સક્રિય રહે છે. તમે જાણો છો કે જ્યારે તમે સજાગ રહો છો, ત્યારે તમે નેગેટિવ સાઈકલમાં ફસાતા નથી.

આ પણ વાંચોઃ 50 વર્ષ પછી પણ યુવાન દેખાવું હોય તો ફોલો કરો આ ટિપ્સ, બદલાશે લાઈફ

Back to top button