ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ
બનવા ઇચ્છો છો બાળકોના રોલ મોડલ? તો પેરેન્ટ્સ ફોલો કરે આ ટિપ્સ
- દરેક માતા પિતા બાળકોનો ઉછેર બેસ્ટ કરવા ઇચ્છે છે
- બાળકોનો ખરાબ વર્તન કે ખોટી આદતથી પેરેન્ટ્સ પરેશાન થાય છે
- માતા-પિતાએ બાળકો સામેના વર્તનમાં ધ્યાન રાખવુ જોઇએ
દરેક માતા-પિતા પોતાના બાળકોનો બેસ્ટમાં બેસ્ટ ઉછેર કરવા ઇચ્છે છે. બાળકોને ભણાવવા ગણાવવાની સાથે દરેક માતા-પિતા બાળકોને સારી વ્યક્તિ પણ બનાવવા ઇચ્છે છે. ઘણી વખત બાળકોની ખરાબ આદતોના કારણે અથવા તો તેમના વર્તનમાં બદલાવ આવવાના કારણે માતા-પિતા પરેશાન થઇ જાય છે. જો તમે પણ આવી સ્થિતિને રોકવા ઇચ્છતા હો તો તમારે કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ પડશે. બાળકો પોતાના માતા-પિતા પાસેથી દરેક વસ્તુ શીખે છે. આવા સંજોગોમાં જો તમે બાળકોની આસપાસ કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તેઓ તમને રોલ મોડલ બનાવીને સારા માણસ બની શકશે. તો જાણો બાળકોની આસપાસ કઇ વસ્તુનું ધ્યાન રાખવુ જોઇએ.
બાળકો સામે પેરેન્ટ્સ આ બાબતનું ધ્યાન રાખે
- તમારા બાળકોની સામે તમારી ભાષા પર ખાસ ધ્યાન રાખો. જો તમે તેમની સામે બધા સાથે સારો વ્યવહાર કરશો તો તમારા બાળકો પણ લોકોની ઉજ્જત કરતા શીખશે.
- તમારે તમારા બાળકના પેરેન્ટ્સ બનવાની સાથે સાથે તેમના મિત્ર પણ બનવુ જોઇએ. જો તમે દરેક વખતે બાળકો સાથે બોસ જેવો વ્યવહાર કરશો તો તેઓ થોડું અન્કમફર્ટેબલ અનુભવશે.
- કેટલાક માતા-પિતા પોતાના બાળકોને લઇને થોડા વધુ જ પ્રોટેક્ટિવ હોય છે. જો તમે પણ તેમાં સામેલ હો તો તમારો આ વ્યવહાર સુધારો. તમારા માટે તે પ્રેમ હશે, પરંતુ બાળકોને તે બંધન લાગશે. બાળકો ઇમોશનલી પણ તમારાથી દુર થઇ જશે.
- તમારે એ વાતનું પણ ધ્યાન રાખવુ જોઇએ કે બાળકો સામે નખ ન ચાવો અને ફોનનો ઉપયોગ પણ ઓછો કરો. હંમેશા તમે તમારા બાળકોને શું કરવુ શું ન કરવુ તેની સલાહ આપતા હશો, પરંતુ આની શરૂઆત તમારે ખુદથી કરવી પડશે.
- ધ્યાન રાખો બાળકો તમારુ એટેન્શન મેળવવા ઇચ્છે છે. આવા સંજોગોમાં જો તમે બાળકો પર ધ્યાન નહીં આપતા હો અને તેમને પ્રેમ નહીં કરો તો તમે બાળકોના આદર્શ નહીં બની શકો.
- બાળકોની તુલના ન કરો અને તેમના સારા કામના વખાણ કરવાનું બિલકુલ ન ભુલો. જો બાળકો તેમના કામને સારી રીતે અને નિશ્વિત સમય પર કરે છે તો તેમના વખાણ પણ કરો.
આ પણ વાંચોઃ ઇયર બડ્સમાં લાગેલો મેલ તમારા કાનમાં પહોંચાડે છે લાખો બેક્ટેરિયાઃ આ રીતે કરો સાફ