ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

સારા સ્પીકર બનવા ઇચ્છો છો? તો આટલી બાબતોનો ખાસ રાખો ખ્યાલ

Text To Speech
  • સારી કોમ્યુનિકેશન લાઇફમાં સફળ થવા માટે સ્કીલ ખૂબ જરૂરી છે
  • સારા સ્પીકર તેની બોલવાની પ્રતિભાના કારણે ઘણુ બધુ મેળવી લે છે
  • તમે પબ્લિક સામે પ્રેઝન્ટ થઇ રહ્યા હો તો તેમના રસના વિષયો જાણવા પડશે

કોઇ પણ વ્યક્તિની પર્સનાલિટી ત્યારે જ ડેવલોપ થઇ શકે છે, જ્યારે તેની કોમ્યુનિકેશન સ્કીલ સારી હોય. ઘણી વખત કેટલાક લોકો પોતાના શરમાળ સ્વભાવના કારણે કોઇની સામે બોલતા ખચકાય છે. તો સારા સ્પીકર પોતાની બોલવાની પ્રતિભાના કારણે ઘણુ બધુ મેળવી લે છે. કેટલાક લોકોને હંમેશા એ વાતની દુવિધા રહે છે કે મંચ પરથી જનતાને સંબોધિત કેવી રીતે કરવી. આ લોકોને માઇક પર બોલવાની રીત પણ આવડતી હોતી નથી.

આ સવાલોના જવાબ પહેલા તમારે એ સમજવુ પડશે કે તમારી વાતને સ્પષ્ટપણે કહી શકવુ એ પણ એક કળા છે. વાતોડિયા લોકોને જો મંચ પર બોલવા ઉભા રાખી દેવાય તો તેમનો પણ પરસેવો છુટી જાય છે. આવા સંજોગોમાં અમે તમને સારા સ્પીકર બનવાની બેસ્ટ ટિપ્સ આપીએ છીએ, જે તમને કોમ્યુનિકેશનની સ્કિલ્સમાં સુધારો કરવાનું શીખવીને સારા સ્પીકર બનાવશે.

 સારા સ્પીકર બનવા ઇચ્છો છો? તો આટલી બાબતોનો ખાસ રાખો ખ્યાલ hum dekhenge news

ઓડિયન્સની પસંદને સમજો

જો તમે પબ્લિક સામે પ્રેઝન્ટ થઇ રહ્યા હો તો પહેલા તેમના રસના વિષયો જાણવા પડશે. ક્યાંય પણ સ્પીચ આપતા પહેલા તમારે એ સમજવુ પડશે કે જેને તમે એડ્રેસ કરી રહ્યા છો તે કોણ છે. તમને સાંભળનારા લોકોની ઉંમરને સમજીને તમારે તમારી સ્પીચ તૈયાર કરવી પડશે.

સારા સ્પીકર બનવા ઇચ્છો છો? તો આટલી બાબતોનો ખાસ રાખો ખ્યાલ hum dekhenge news

લોકોને તમારી વાતો સાથે કનેક્ટ કરો

તમે જો મંચ પર ઉભા થઇને બોલવાનું શરૂ કરશો, પરંતુ તમારી સ્પીચ પબ્લિકને રિલેટેબલ નહીં લાગતી હોય તો તેઓ તમારી સાથે જોડાઇ નહીં શકે. તેઓ તમને સાંભળવામાં રસ પણ નહીં દાખવે. તમારે તમારા કન્ટેન્ટને ફેમિલિયર બનાવવાની કોશિશ કરવી પડશે.

બોરિંગ ન બનાવો

કેટલાય લોકોની સ્પીચ લોકોને ભાષણ લાગે છે. આવા સંજોગોમાં તમારી સ્પીચને એકોર્ડિંગ કેટલાક વિઝ્યુઅલ્સ પણ તૈયાર કરી શકો છો. તમે ઇચ્છો તો કોઇ ડોક્યુમેન્ટ્રી જેવી વસ્તુ તૈયાર કરી શકો છો. તમારી સ્પીચને સપોર્ટ કરતા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પ્લે કરી શકો છો. તેનાથી લોકો તમારી સ્પીચમાં ઇન્ટ્રેસ્ટ લેશે.

આ પણ વાંચોઃ OnePlus 11 5Gનું નવું વેરિઅન્ટ ટૂંક સમયમાં લોન્ચ કરાશે ,જાણો ફીચર્સ

Back to top button