લાઈફસ્ટાઈલહેલ્થ

સ્ટ્રેસ ફ્રી લાઇફ ઇચ્છો છો? અપનાવો આ નિયમો, ચોક્કસ થશે ફાયદો

Text To Speech

આજકાલ ભાગદોડ ભરેલી લાઇફમાં લોકોની પાસે સમય ઓછો હોય છે. લોકો પાસે પાંચ મિનિટ બીજી વ્યક્તિ પાસે બેસીને તેના હાલ-ચાલ પુછવાનો પણ સમય નથી. આવા સંજોગોમાં લોકો ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક પરેશાનીઓનો શિકાર બને છે. મહિલાઓને સ્ટ્રેસ વધુ ફીલ થાય છે. કેમકે તેમની પર ઓફિસના કામથી લઇને ઘર સંભાળવા સુધીની જવાબદારી હોય છે. તેમના સ્ટ્રેસનું લેવલ પુરૂષોની સરખામણીમાં વધુ હોય છે. કેટલીક ટિપ્સ અપનાવીને તમે તણાવ ઘટાડી શકો છો.

સ્ટ્રેસ ફ્રી લાઇફ ઇચ્છો છો? અપનાવો આ નિયમો, ચોક્કસ થશે ફાયદો hum dekhenge news

તણાવને ઘટાડવા કરો આ કામ

  • સારી ખાણી પીણી શરીર અને મન બંને માટે દવાની ગરજ સારે છે. ખુબ જ જરૂરી છે કે તમે ડ્રાયફ્રુટ, ખાસ કરીને અકરોટનું સેવન કરો.
  • દારુનુ સેવન મુડને ખોટી રીતે પ્રભાવિત કરે છે. આવા સંજોગોમાં જો તમે આલ્કોહોલિક છો તો તે આદત છોડો.
  • તમારા વ્યસ્ત જીવનમાંથી પણ ટાઇમ કાઢો. તેમાં તમે ખુદનું ગ્રુમિંગ કરો. પુસ્તકો વાંચો, વીડિયો અને મુવી જુઓ. તમને સારુ ફીલ થશે.
  • જો તમે તણાવ અનુભવી રહ્યા હો તો તમારા મિત્રો અને પરિવાર સાથે સમય વીતાવો. તમને સારુ મહેસુસ થશે. તમે તમારા મનની સ્થિતિને એ લોકો સાથે શેર કરશો તો હળવાશ અનુભવશો.
  • તમે ખુદને તણાવ મુક્ત રાખવા ઇચ્છતા હો તો સોશિયલ મીડિયાથી દુર રહો. તે પણ તમને ઘણીવાર સ્ટ્રેસ આપે છે. બહુ જરૂરી હોય તો જ ફોન હાથમાં લો.
  • તમને જે કામ કરવુ ગમે છે તે કરો, જેમકે ડાન્સ, ગીતો ગાવા, રીડિંગ, ફિલ્મો વગેરે.. તેનાથી તમે સારુ અનુભવશો
  • આખા દિવસની ભાગદોડમાં સ્ટ્રેસ ફ્રી રહેવા માટે તમે સવારના સમયે ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લેવાથી તમારું સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે અને સાથે તમારી હેલ્થ પણ સારી રહે છે.
  • સ્ટ્રેસ ફ્રી રહેવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. તમે તમારા વ્યસ્ત શેડ્યુઅલમાં પણ હંમેશા પૂરતી ઊંઘ લેવાની આદત પાડો. પૂરતી ઊંઘ લેવાથી મેન્ટલી અને ફિઝિકલી તમને ઓછો થાક લાગે છે.
  • સ્વસ્થ રહેવા માટે દિવસની શરૂઆત એક્સર્સાઇઝથી કરો. યોગા પણ કરી શકો છો. સ્ટ્રેસ ફ્રી રહેવા માટે અને ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓમાંથી બચવા કસરત અને યોગા જરૂરી છે. તમે એક્ટિવ પણ રહી શકશો.
  • હંમેશા હસતા રહો. જયારે તમે હસો છો ત્યારે બ્રેન હેપ્પી હોર્મોન ડોપામાઇન રિલીઝ કરે છે. દિવસભર ખુશ અને સ્ટ્રેસ ફ્રી રહેવા માટે હસતાં રહેવું ખૂબ જરૂરી છે.

આ પણ વાંચોઃ બેડરૂમ સાથે જોડાયેલા આ પાંચ વાસ્તુ દોષ જાણોઃ સુખી થવા કરો આ કામ

Back to top button