‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ’ પર યોજાઈ વોલ પેઈન્ટિંગ સ્પર્ધા, 39 આર્ટિસ્ટે લીધો ભાગ
- ગિરનાર તળેટીમાં ૩૯ આર્ટિસ્ટે તૈયાર કરેલા વોલ પેઈન્ટિંગ કહે છે….’પ્લાસ્ટિકને ના’
- ગિરનાર દર્શને આવતા પ્રવાસી- પર્યટકોને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ના કરવા માટે પ્રેરિત કરશે
જૂનાગઢ, 4 માર્ચ: પ્લાસ્ટિક મુક્ત ગિરનાર થીમ પર આજે વોલ પેઇન્ટિંગ સ્પર્ધા પૂર્ણ થઈ છે. આ સ્પર્ધાની થીમ મુજબ 39 જેટલા આર્ટિસ્ટે તૈયાર કરેલા વોલ પેઈન્ટિંગ પર્યાવરણ પ્રકૃતિના જતન સાથે પ્લાસ્ટિકના વપરાશ ના કરવા માટેનો સંદેશ આપી રહ્યા છે.
‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર‘
ભગવાન મહાદેવ, વન્ય પ્રાણી, મંદિર, ગીરનાર પર્વત વગેરેને સાંકળીને દિવાલ પર રંગબેરંગી અને કલાત્મક કંડારેલા ચિત્રો તળેટીમાં નવી આભા ઉમેરે છે.
ગિરનાર તળેટીમાં આ રંગબેરંગી અને કલાત્મક વોલ પેઈન્ટિંગ ગિરનાર દર્શને આવતા પ્રવાસી- પર્યટકોને પ્રતિબંધિત અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડશે.
જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ ઉપર ગિરનાર નવી સીડી, રોપ વે પાર્કિંગ, સુદર્શન તળાવ સહિતના સ્થળોએ આ વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓ પણ જાહેર કરવામાં આવશે અને તેમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 200 વર્ષ જુના પ્લાન્ટ બોન્સાઇ વૃક્ષ પ્રદર્શનમાં જોવા મળશે