અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદમાં નવનિર્મિત બિલ્ડીંગની દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દટાતા એક યુવકનું મોત

Text To Speech

હજુ થોડા સમય પહેલા જ જૂનાગઢમાં બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે આવી જ વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જવાને કારણે મોત નિપજ્યું છે.

અમદાવાદમાં નવનિર્મિત બિલ્ડીંગની દિવાલ ધરાશયી

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં દટાઈ જવાને કારણે મોત નિપજ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યી હતી. અને કાટમાળ નીચે દટાયેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.

અમદાવાદ દુર્ઘટના-humdekhengenews

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાત ધરી

આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ શ્યામલાલ ડોડિયા છે હોવાનું જાણવા મળ્યુ છે આ યુવક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. તે 30 વર્ષનો છે.અને આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદ દુર્ઘટના-humdekhengenews

આ પણ વાંચો : લોકોની વચ્ચે સતત ખડે પગે રહીને લોકચાહના મેળવનાર સિંઘમ અધિકારી રવિ તેજા કોણ છે ?

થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં સર્જાઈ હતા દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં 2 માળની જર્જરિત બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી, જેમાં 2 બાળકો સહિત 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યું હતું. અને રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.તેમજ ઘટનાને પગલે તંત્ર સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Back to top button